કચ્છની નર્મદા બ્રાન્ચ કેનાલ 20 દિવસ બાદ ફરી જળમગ્ન બનશે

કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલ છેલ્લા 20 દિવસથી રીપેરીંગ અને સફાઈ માટે વિભાગ દ્વારા બંધ રખાઈ હતી. લાંબા સમયથી કેનાલમાં પાણી વિતરણ બંધ રહેતા વાગડ વિસ્તારના ખેડૂતોને ખરીફ પાકના સિંચાઈ માટે પાણીની તંગી વર્તાઈ રહી હતી, દરમિયાન ખેડૂતોની માગને ધ્યાનમાં લઈ નર્મદા વિભાગ દ્વારા આજે મુખ્ય સંપ હાઉસ ખાતેથી પાણી છોડવામાં આવ્યું હતું, જે આગામી બે દિવસમાં કચ્છના ફતેહગઢ સંપ હાઉસમાં દાખલ થશે. કેનાલમાં પાણી વિતરણ કરાયું હોવાની ખબરથી કિસાનોમાં ખુશી ફેલાઈ છે.

આ અંગે પૂરક માહિતી મેળવવા જિલ્લા નર્મદા અધિકારી હિંગોરજાનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો ફોન રિસીવ થયો ના હતો. અલબત્ત નિવૃત અધિકારી છગન પરવડા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, કચ્છના ખેડૂતોની પાણીની જરૂરિયાત અને માંગને અનુસરી આજે સલીંમગઢ કેનાલ ખાતેથી પાણી છોડવામાં આવ્યું છે. કુલ 600 ક્યુસેક પાણીની માગ છે, કાયમની જેમ તબક્કાવાર પાણી છોડવામાં આવતું રહેશે. કેનાલમાં છોડાયેલું પાણી તા.16 એમ દિવસમાં કચ્છની વાગડ કેનાલમાં પહોંચી આવશે. કિસાન સંઘ સામ ખિયાળીના અગ્રણી રાજેશ ઢીલા સાથે વાત કરતા તેમણે કેનાલમાં નર્મદાના પાણી છોડવા અંગે ખુશી જાહેર કરી હતી, પરંતુ કેનાલની સફાઈ અને રીપેરીંગ કામગીરી એપ્રિલથી જૂન માસ દરમિયાન થાય તો ખેડૂતોને જરીરતાના સમયે સિંચાઈ માટેના પાણીની તંગી નિવારી શકાય. જોકે, નર્મદાના પાણી અંગે રાપર ધારાસભ્યને કરેલી માગના પગલે આજે તેમની રજૂઆત સફળ રહી હતી. નર્મદાના પાણી હાલના એરંડા અને કપાસ જેવા ખરીફ પાક માટે તો ઉપીયોગી બનશે જ આ સિવાય આગામી શિયાળુ પાક માટે પણ ફળદાયી બની રહેશે.

Leave a comment

Trending