વક્ફ બૉર્ડની મિટિંગમાં BJP-TMC નેતા ઝઘડ્યા

મંગળવારે સંસદમાં વક્ફ બિલ પર JPCની બેઠક દરમિયાન ઝપાઝપી થઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી અને બીજેપી સાંસદ અભિજિત ગંગોપાધ્યાય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન કલ્યાણ બેનર્જીએ ટેબલ પર રાખેલી કાચની પાણીની બોટલ ફેંકી દીધી, જેના કારણે તેઓ ઘાયલ થયા. બેનર્જીને અંગૂઠા અને આંગળીમાં ઈજા થઈ હતી. બાદમાં તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

આ ઘટના બાદ થોડા સમય માટે મિટિંગ રોકી દેવામાં આવી હતી. સારવાર બાદ AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી અને AAP નેતા સંજય સિંહ તેમને પાછા મિટિંગ રૂમમાં લઈ જતા જોવા મળ્યા હતા.

વક્ફ (સુધારા) બિલ 8 ઓગસ્ટના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને વિપક્ષના વાંધાઓ વચ્ચે તેને JPC પાસે મોકલવામાં આવ્યું હતું. સમિતિએ આગામી સંસદ સત્રના પ્રથમ સપ્તાહમાં લોકસભામાં પોતાનો અહેવાલ સુપરત કરવાનો છે.

મંગળવારે ભાજપના જગદંબિકા પાલની આગેવાની હેઠળની સમિતિ સંસદમાં નિવૃત્ત ન્યાયાધીશો અને વકીલોની ટીમનાં મંતવ્યો સાંભળી રહ્યા હતા. આ દરમિયાન વિપક્ષી સભ્યોએ પ્રશ્ન કર્યો હતો કે બિલમાં તેમનો હિસ્સો શું છે. આના પર કલ્યાણ બેનર્જી પણ ઊભા થયા અને બોલવા લાગ્યા.

જ્યારે કલ્યાણે આ રીતે દખલ કરી તો બીજેપી સાંસદ અભિજિત ગંગોપાધ્યાયે તેમને અટકાવ્યા. આના પર કલ્યાણે અચાનક બોટલ ઉપાડી અને પછાડી, જેને કારણે તેમના હાથમાં વાગી ગયું.

Leave a comment

Trending