જી.કે.જન.અદાણી હોસ્પિ.ના મનોચિકિત્સકોએ દિવાળીમાં ઘર અને શરીર  સાથે મનની સફાઈનો મહિમા જણાવ્યો

  દિવાળીને સફાઈનો અનેરો મહિમા ગાતો તહેવાર ગણવામાં છે.ઘર,દુકાન,ઓફિસની સફાઈ તો વર્ષમાં એકવાર આ દિવસે થાય છે.સફાઈ સાથે હવે લોકો તનની સફાઈ માટે પણ  જાગૃત  થયા છે, તેથી આ દિવસોમાં તનની સફાઈ માટે આચર- કુચર ના ખવાય તેનું પણ લોકો સંભાળ રાખે છે,પરંતુ હજુ મનની સંભાળ રાખી અનેક રોગથી છુટકારો નહીં તો પણ રાહત મળી શકે એવા મનના સ્વાસ્થ્ય માટે જાગૃતિનો મોટો અભાવ છે.

મનના દરેક ખૂણામાં એવા કેટલાય ય પૂર્વગ્રહો, ઈર્ષા,ક્રોધ,ગુસ્સો,ઉદાસી,નકારાત્મક વિચારો ઠાંસી ઠાંસીને ભરેલા છે કે જેની  અસર વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર થાય છે. અંતે આ બધું ડિપ્રેસનમાં પરિવર્તન પામી શરીર રોગનું ઘર બની જાય છે, એટલું જ નહિ જીવન દોહ્યલું કરી નાખે છે. 

  જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના મનોચિકિત્સક વિભાગના ડો.મહેશ ટીલવાણીએ દિવાળીના દિવસોમાં તન સાથે મનની સફાઈ કરી, જીવનને કોરી ખાતી ગંદકી દૂર કરી મનનું સંતુલન કરવું એ ઘરની સફાઈ સાથે એટલું જ આવશ્યક છે. ,દિવાળીમાં ઘર સાથે મનમાં જામેલી ધૂળ સાફ કરી દેજો મનનું સ્વાસ્થ્ય બમણું થઈ જશે.’

વર્ષ દરમિયાન આપણને અનેક કડવા,મીઠા અનુભવ થાય છે,પણ ખારાશ રૂપી રજ મનમાં જામી જાય છે.દિલ દુભાય તો સતત યાદ આવ્યા કરે છે.આ તો રોજે રોજ મનમાંથી કાઢી નાખવાનું હોય છે,પણ એમ કરવાને બદલે આપણે બેકાર સામગ્રી સંગરી રાખીએ છીએ, જે કમસે કમ એકવાર તો કઠોર બની કાઢી શકીએ તો પણ ઘણું છે.છે.એમ જી.કે.ના ક્લિનિક સાયકોલોજીસ્ટ હેતલબેન ગોહિલે જણાવ્યું હતું.

   સમાજમાં એવું પણ બને છે કે,ઘણા લોકો સામાન્ય જીવનમાં પણ પોલિટિકસ કે દાવ પેચ ખેલતા હોય છે અને સ્પષ્ટ માને છે કે જીવનમાં આ જરૂર છે,કદાચ એમની રીતે તેઓ સાચા હોય પણ જો વ્યક્તિ પોતાની જિંદગીને વ્યસ્ત રાખી કોઈની કૂથલી ના કરે તો કોઈ જલ્દી હાની પહોંચાડતું નથી, છતાં કોઈના પ્રત્યે દ્વેષભાવ રાખ્યા વિના વ્યક્તિએ પોતાની જિંદગી જીવી આગળ વધવું જોઈએ.

    મનોચિકિત્સક ડો.શિવમ ગાંધીએ કહ્યું કે,આવી સ્થિતિમાં વર્ષ દરમિયાન થયેલા સાચા ખોટા, નકામા અનુભવો માંથી કેટલું રાખવું કે કેટલું ફેંકી દેવું કે કેટલીક વસ્તુ મનના ખૂણામાંથી દૂર કરવી એ આપણે જોવાનું છે. નકામો ભાર લઈને ફરવાનો કોઈ મતલબ નથી. તહેવારોમાં અને આવતા દિવસોમાં જો સુખરૂપ જીવન જીવવું હોય તો મનની સફાઈ પણ એટલી જ જરૂરી છે. દિવાળી અને નવા વર્ષે એકબીજાના ન ગમતા ભાવ ભૂલી આગળ વધાશે તો જ મનનો મેલ સાફ થશે અને તન મન સ્વસ્થ રહેશે. 

Leave a comment

Trending