રાજકોટમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતે જલારામ બાપાની આજે 225મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશ વિદેશમાંથી જલારામ બાપાના ભક્તો દર્શન માટે પધાર્યા છે. જેમાં સ્થાનિકો દ્વારા ધજા, પતાકા સહિત લગાવીને વીરપુર ધામને દુલ્હનની માફક શણગારવા શણગાર્યું છે, ત્યારે ભોજન અને ભજનભક્તિનો મહાસંગમ રચાશે.
ગત મોડી રાતથી જલારામ બાપા દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. આ પ્રસંગે વીરપુર ગામની શોભા વધારવા માટે વીરપુરના વેપારીઓ સહિત અલગ-અલગ મિત્ર મંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જય જલારામના નાદથી વીરપુર ગુંજી ઉઠ્યું છે. ઠેર-ઠેર ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.
જલારામ બાપાની 225 મી જન્મજયંતિએ વીરપુર ખાતે દેશવિદેશમાં લાખોની સંખ્યામાં બાપાના ભક્તો ઉમટી પડ્યા છે. જેમાંથી કેટલાક શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂર્ણ કરવા માટે વીરપુર સુધી પદયાત્રા કરે છે, આ સાથે અન્ય રાજ્યામાંથી પણ સંઘો અને પદયાત્રીઓએ વીરપુર આવવા માટે પ્રયાણ કર્યું છે. બાપાની જન્મજયંતિની ઉજવણીની વ્યવસ્થામાં 300 જેટલા સ્વયંસેવકો સેવા આપશે.
સ્થાનિકોએ કહ્યું કે, આજથી 225 વર્ષ પહેલા ચાર નવેમ્બર, 1799 અને વિક્રમ સંવંત 1856ના કારતક સુદ સાતમના દિવસે ગોંડલ પાસે વીરપુરમાં બાપાનો જન્મ થયો હતો. તેમની માતાનું માન રાજબાઇ અને પિતાનું નામ પ્રધાન ઠક્કર હતું. રાજબાઇ ખૂબ જ ધાર્મિક હતા. તેઓ આખો દિવસ ધાર્મિક કાર્યોમાં રચ્યા-પચ્યા હતા. ભારે ભક્તિભાવથી સાધુ-સંતોની સેવા કરતા હતા. ત્યારે તેમની આ સેવા જોઇને ખૂબ જ પ્રસન્ન થયેલા સંત રઘુવી દાસજીએ તેમને આર્શિવાદ આપ્યા હતા કે તેમનો બીજા નંબર પુત્ર જલારામ ભગવાનની ભક્તિ અને સાધુ સંતોની સેવા કરીને માનવ સેવાનું અનોખું ઉદાહરણ સમાજમાં ઉભું કરશે.
જલારામ બાપનો જન્મ વર્ષ 1799 માં ગુજરાતના રાજકોટ જિલ્લામાં આવેલા વીરપુર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઈ હતું. જલારામ બાપાના માતા ધાર્મિક હતા, જેઓ સાધુ-સંતોની સેવા કરતા હતા. તેમની સેવાથી પ્રસન્ન થઈને સંત રઘુવીર દાસજીએ તેમને આશીર્વાદ આપ્યા હતા કે તેમના બીજા પુત્ર જલારામ ભગવાનની ભક્તિ, સાધુ પ્રત્યેની ભક્તિ અને માનવ સેવાનું અનોખું ઉદાહરણ સ્થાપિત કરશે.
માતાના સંસ્કારોના સિંચનથી જલારામ બાપા બાળપણથી ભક્તિભાવમાં રસ ધરાવતા હતા. તેમને સાંસારિક જીવનમાં કોઇ રસ ન હતો. પરંતુ પિતાના દબાણના લીધે થોડા સમય માટે તેમણે ધંધામાં મદદ કરી, પરંતુ જલારામ બાપાનું ધંધામાં મન લાગ્યું નહી, અને તેઓ તેમના કાકા સાથે રહેવા લાગ્યા.
તેઓ ભક્તિભાવમાં એટલા ગળાડૂબ બની ગયા હતા કે 18 વર્ષની ઉંમરે તેમણે તીર્થયાત્રા પૂર્ણ કરી પરત ફર્યા તો તેઓ ભોજ ભગતના શિષ્ય બની ગયા હતા. તેમના ગુરૂના સૂચન પર તેમણે ‘સદાવ્રત’ ચાલુ કર્યું. આ અન્નક્ષેત્રમાં સાધુ-સંતોની સાથે ગરીબ અને જરૂરિયાતમંદોને વિનામૂલ્યે ભોજન કરાવવામાં આવતું હતું.






Leave a comment