દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ દિવસેને દિવસે બુલેટ ગતિ આગળ વધી રહ્યું છે. અમદાવાદથી મુંબઈની વચ્ચે કુલ આઠ રેલવે સ્ટેશનનો નિર્માણ પામી રહ્યા છે, જે પૈકી નવસારી જિલ્લાનું બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનનું કામ પણ પણ પ્રગતિ પર છે, જે કેરીના આકારનું બની રહ્યું છે.
તમામ સ્ટેશનો કાર્યક્ષમતા અને કામગીરીમાં આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરશે અને તેમાં આરામદાયક રંગો અને તમામ મૂળભૂત સુવિધાઓ જેવી કે સિગ્નેજ, વેઇટિંગ એરિયામાં બેઠક વ્યવસ્થા, નર્સરી, બિઝનેસ ક્લાસ લાઉન્જ, સ્મોકિંગ રૂમ, જાહેર માહિતી અને ઘોષણા સિસ્ટમ, કિઓસ્ક વગેરે હશે. કેટલાક સ્ટેશનોને પરિવહનના અન્ય માધ્યમો સાથે સંકલન કરીને પરિવહન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે, જેથી સ્ટેશન પર આવવા-જવા માટે વધુ સારી, ઝડપી અને મુશ્કેલી વિનાની કનેક્ટિવિટી, જેમ કે રિક્ષા, બસ અને ટેક્સીઓ મળી રહે.
આ સ્ટેશનો દિવ્યાંગ મુસાફરો માટે સર્વસમાવેશક ડિઝાઇન ધરાવશે. વ્હીલચેર-ફ્રેન્ડલી ડિઝાઇન, બ્રેઇલ સૂચનાઓ સાથે ટિકિટના નીચા કાઉન્ટર્સ, માર્ગદર્શન માટે ફ્લોર પર ટાઇલ્સ, સમર્પિત વોશરૂમ્સ, એલિવેટરની અંદર બ્રેઇલ બટન્સ જેવી કેટલીક વિશેષતાઓ છે.
ગુજરાતમાં સ્ટેશનોની પ્રગતિ (13 નવેમ્બર, 2024 સુધી) અમદાવાદથી મુંબઈની વચ્ચે બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનની ડિઝાઇન અહીં પાકતા આંબાના બગીચા મુજબ તૈયાર થઈ રહી છે. સ્ટેશનના અગ્રભાગની ડિઝાઇનનું આંબાના બગીચાઓની અમૂર્ત રજૂઆત તરીકે આયોજન કરવામાં આવ્યું છે. રેલ અને પ્લેટફોર્મ લેવલના સ્લેબ કાસ્ટિંગનું કામ પૂર્ણ થયું છે. સ્ટ્રક્ચરલ સ્ટીલ ઇરેક્શનનું કામ પૂર્ણ થવાના આરે છે.






Leave a comment