સેન્સેક્સમાં 1156 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 984 પોઈન્ટનો કડાકો

વૈશ્વિક અને સ્થાનિક સ્તરે નકારાત્મક પરિબળોના પગલે શેરબજારમાં મંદીનું જોર વધ્યું છે. આજે સેન્સેક્સ ઈન્ટ્રા ડે 1156.72 પોઈન્ટની વધ-ઘટના અંતે 984.23 પોઈન્ટ તૂટી 77690.95 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 340.05 પોઈન્ટ તૂટી 23700ની અતિ મહત્ત્વની સપાટી તોડી 23543.40  પર બંધ રહ્યો હતો. બીએસઈ પર 586 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી.

ચાલુ સપ્તાહમાં શેરબજારમાં સળંગ કડાકો નોંધાતા ત્રણ દિવસમાં રોકાણકારોએ રૂ. 14.3 લાખ કરોડ ગુમાવ્યા છે. બીએસઈ ખાતે આજે ટ્રેડેડ કુલ 4067 શેર્સ પૈકી માત્ર 673 શેર્સમાં જ સુધારો જોવા મળ્યો હતો. આ સિવાયના 3297 શેર્સ રેડઝોનમાં બંધ રહ્યા હતા. સેન્સેક્સ પેકમાં પણ 3 એનટીપીસી 0.21 ટકા, ટાટા મોટર્સ 0.18 ટકા અને ઈન્ફોસિસ 0.01 ટકા સુધર્યા હતા. આ સિવાય તમામ 27 શેર્સમાં 3.40 ટકા સુધીનું ગાબડું નોંધાયુ હતું.

લાર્જકેપની તુલનાએ સ્મોલકેપ અને મીડકેપમાં મોટુ કરેક્શન જોવા મળ્યું છે. સ્મોલકેપ ઈન્ડેક્સ આજે 1651.69 પોઈન્ટ, મીડકેપ ઈન્ડેક્સ 2.56 ટકા અર્થાત 1160.44 પોઈન્ટના કડાકે બંધ રહ્યો હતો. આ સિવાય રિયાલ્ટી ઈન્ડેક્સ 3.23 ટકા, પાવર 2.29 ટકા, પીએસયુ 2.14 ટકા, મેટલ 2.54 ટકા તૂટ્યો છે.

Leave a comment

Trending