ભુજ ખાતે અદાણી સક્ષમ સેન્ટર દ્વારા નર્સિંગના વિદ્યાર્થીઓ માટે ચેસ સેમિનારનું નિઃશુલ્ક આયોજન કરાયું

ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશના નેતૃત્વ હેઠળ ચેસ જાગૃતિ મહા અભિયાન સંદર્ભે સકસેસ ચેસ એકેડેમી ભુજના સહયોગથી ભુજ અદાણી સ્કિલ ડેવલોપમેન્ટ સેન્ટરમાં યોજાયેલા નિઃશુલ્ક ચેસ સેમિનારમાં નર્સિંગ આસિસ્ટન્ટ કોર્સના વિદ્યાર્થીઓ જોડાયા હતા.

સક્ષમ સેન્ટરમાં યોજાયેલા આ નિઃશુલ્ક ચેસ સેમિનારમાં એકેડેમીના સંજય દાવડાએ ચેસની રમતનો ઈતિહાસ, હાથી, ઘોડા, ઊંટ, વજીર, રાજા, પાયદાળની ચાલ, ચેક, કેસલિંગ, પાસ, પોન્ડ, ઈલીગલ મુવ, ચેસની રમતના આંતરરાષ્ટ્રીય નિયમો તેમજ ખેલ મહાકુંભ ચેસ સ્પર્ધાના નિયમો વિષે જાણકારી આપી હતી ચેસની રમતથી અભ્યાસ અને જીવનમાં થતા ફાયદા અને ચેસની રમત વિષેની તમામ પ્રાથમિક જાણકારી આપવામાં આવી હતી.

સેમિનારના અંતમાં વિદ્યાર્થીઓને ચેસની રમત અંગે સવાલો પૂછવામાં આવ્યા હતા, જેના વિદ્યાર્થીઓએ સારી રીતે જવાબો આપ્યા હતા. સમગ્ર સેમિનારને સફળ બનાવવાનું આયોજન સક્ષમ સેન્ટરના ટ્રેનિંગ એસોસિયેટ મનીષ બાવલ દ્વારા કરવામાં આવ્યું હતું તથા સંચાલન તાલીમાર્થી સાક્ષી પટેલ અને તમન્ના પઠાણ દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a comment

Trending