ભારતે પિનાકા રોકેટ લોન્ચર સિસ્ટમનું કર્યું સફળ પરીક્ષણ

ભારતે ગુરૂવારે એક વાર ફરી મોટી સફળતા પ્રાપ્ત કરતાં પિનાકા રોકેટ લોન્ચર સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે આ પરીક્ષણો દરમિયાન રોકેટોના વ્યાપક પરીક્ષણના માધ્યમથી પ્રોવિઝનલ સ્ટાફ ક્વોલિટેટિવ રિક્વાયરમેન્ટ એટલે કે પીએસક્યૂઆરના માપદંડો જેમ કે રેન્જિંગ, ચોક્કસાઈ, સ્થિરતા અને સેલ્વો મોડમાં ઘણા લક્ષ્યો પર નિશાન સાધવાના દરનું આકલન કરવામાં આવ્યું છે.

ડીઆરડીઓએ પીએસક્યૂઆર વેલિડેશન ટેસ્ટના ભાગ તરીકે નિર્દેશિત પિનાકા રોકેટ લોન્ચર સિસ્ટમને સફળતાપૂર્વક પૂરી કરી દેવાઈ છે. સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ કરી કે લોન્ચર ઉત્પાદન એજન્સીઓ દ્વારા અપગ્રેડ કરવામાં આવેલા બે ઈન-સર્વિસ પિનાકા લોન્ચરથી કુલ બાર રોકેટોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

પિનાકા રોકેટ સિસ્ટમ, દુશ્મનો માટે કાળ બનીને તૂટશે. આની મારક ક્ષમતામાં જોરદાર વધારો થયો છે. હવે આ 75 કિલોમીટર દૂર સુધી 25 મીટરના દાયરામાં ચોક્કસ નિશાન લગાવી શકશે. તેની ઝડપ 1000-1200 મીટર પ્રતિ સેકન્ડ છે, એટલે એક સેકન્ડમાં એક કિલોમીટર. ફાયર થયા બાદ તેને રોકવું અશક્ય છે. પહેલા પિનાકાની મારક ક્ષમતા 38 કિલોમીટર હતી, જે હવે વધીને 75 કિલોમીટર થઈ જશે. આની ચોક્કસતા પણ પહેલેથી ઘણી શ્રેષ્ઠ થઈ છે.

મલ્ટી-બેરલ રોકેટ સિસ્ટમ પિનાકામાં બે પોડ્સ હોય છે, જેની એક બેટરીમાં છ લોન્ચ વાહન હોય છે.

આ માત્ર 44 સેકન્ડની અંદર સાલ્વો મોડમાં તમામ 12 રોકેટોને ફાયર કરી શકે છે એટલે કે દર 4 સેકન્ડમાં એક રોકેટ.

આની લોડર સિસ્ટમ, રડાર અને નેટવર્ક આધારિત સિસ્ટમ એક કમાન્ડ પોસ્ટ સાથે જોડાયેલા હોય છે.

વર્તમાનમાં આ 2 પ્રકારના છે. પહેલા માર્ક જેની રેન્જ 40 કિલોમીટર છે અને બીજો માર્ક-II જેની રેન્જ 75 કિલોમીટર છે.

ઉડાન પરીક્ષણ અલગ-અલગ ફીલ્ડ ફાયરિંગ રેન્જ પર ત્રણ તબક્કામાં આયોજિત કરવામાં આવ્યા. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સફળ પરીક્ષણો માટે ડીઆરડીઓ અને ભારતીય સેનાના વખાણ કર્યાં છે અને કહ્યું કે આ ગાઈડેડ પિનાકા રોકેટ સિસ્ટમને સામેલ કરવાથી સશસ્ત્ર દળોની તોપખાનાની મારક ક્ષમતામાં વધારો થશે.

પિનાકા રોકેટ લોન્ચરને અમેરિકાના હિમર્સ સિસ્ટમ સમાન માનવામાં આવે છે અને આ ભારતની પહેલી મુખ્ય સંરક્ષણ નિકાસ રહી છે. જોકે, યુદ્ધ લડી રહેલા આર્મેનિયાએ આનો પહેલો ઓર્ડર અમને આપ્યો હતો. હવે ફ્રાન્સે પણ આ રોકેટ સિસ્ટમમાં રસ દાખવ્યો છે.

પિનાકા રોકેટ લોન્ચરનો ઉપયોગ પહેલેથી જ ભારતીય સેના કરી રહી છે. આને પાકિસ્તાન અને ચીન સરહદ પર તૈનાત કરવામાં આવ્યું છે. આની ક્ષમતા વધવાથી હવે બંને દેશોની બેચેની પણ વધી જશે.

Leave a comment

Trending