લખપતના દયાપર સરકારી હોસ્પિટલ ખાતે ફ્લાઈવિંગ ફાઉન્ડેશન અને જીકે જનરલ બ્લડબેન્ક દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

પશ્વિમ કચ્છના છેવાડે આવેલા લખપત તાલુકાના વડા મથક દયાપર ખાતે લોક સેવાર્થે ફલાયવિંગ ફાઉન્ડેશન, ભુજની જીકે જનરલ બ્લડબેન્ક અને સ્થાનિક રેફરલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં લખપત તાલુકામાં સંભવિત પ્રથમ વખત બહેનોએ પણ મોટી સંખ્યામાં રક્તદાન કરી પ્રેરણા પુરી પાડી હતી. રક્તદાન કેમ્પમાં અભૂતપૂર્વ કુલ 15 હજાર 300 સીસી રક્ત કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં “સેતુ અભિયાન”ના હીનાબેન યાદવ તેમજ વૈશાલીબેન ભરતભાઇ નકુમ સહિત 15થી વધુ મહિલાઓએ જીવનનું સૌ પ્રથમ રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે દયાપર નોર્મલ રેન્જના ફોરેસ્ટ ગાર્ડ એમ જે સીતાપરા, એમ આર રાઠોડ, ફોરેસ્ટર એસડી પરમાર, દયાપર સામુહિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ, રાજુ ધારાણી, કૌશિક દવે,કેતન સુતરિયા,જયદીપ રાવલ,હરિઓમ પોકાર,ભરત ગરવા,નારાયણ પાચાણી હિંદુ યુવા સંગઠન લખપતના પ્રમુખ દાનુભા સોઢા, ટિમ અનેતાલુકા હેલ્થ કચેરી ઓફિસ દયાપર સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર નિકુંજભાઈ પટેલ,અશોકભાઈ મારું રક્તદાન સાથે સહયોગ આપ્યો હતો.ફલાયવિંગના પ્રમુખ ગીતાબેન બાપટ,જતીન પંડયા,ભગવતી ક્લિનિકના ડૉ અશોકભાઈ પટેલ,સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Leave a comment

Trending