અદાણી જૂથને ઊની આંચ નહીં આવે, મજબૂત પાયો અને નક્કર વ્યૂહરચનાના પુરાવાઓ

અદાણી જૂથ પર લાગેલા આરોપો બાદ અત્ર-તત્ર સર્વત્ર અનેક અટકળો સેવાઈ રહી છે. એક તરફ શેરબજારમાં ધોવાણ બાદ થયેલી રિકવરીથી રોકાણકારોને રાહત થઈ છે. તો બીજી તરફ નિષ્ણાતોનું માનવું છે કે અદાણી જૂથની લાંબા ગાળાની મજબૂત વ્યૂહરચના પર આ કેસની કોઈ અસર થશે નહીં. $ 250 મિલિયનના લાંચના કેસમાં કોઈપણ ગેરરીતિનો સ્પષ્ટપણે ઇનકાર કરતા અદાણીના ગ્રૂપના શેરોએ ગ્રૂપની માર્કેટ કેપિટલાઇઝેશનમાં ઘટાડો થયાના એક દિવસમાં જ નોંધપાત્ર પુનરાગમન કર્યું છે.

વૈવિધ્યસભર બિઝનેસ ધરાવતુ અદાણી ગ્રુપ તેના કોક્રિટ પાયા અને વ્યૂહરચનાના પગલે આગળ વધતું જ રહેશે, નિષ્ણાતો તેના માટે સટીક અને નક્કર કારણો જણાવી રહ્યા છે. સૌ પ્રથમ આર્થિક બાબતોની વાત કરીએ તો અદાણી જૂથ ફાઈનાન્સની દ્રષ્ટિએ ખૂબ જ મજબૂતી ધરાવે છે.  

1. મજબૂત કેશ ફ્લો અને ઉચ્ચ રોકડ સ્તર: નાણાકીય વર્ષ 2024 માં અદાણી જૂથનો રોકડ નફો 51% વધ્યીને લગભગ રૂ. 56,000 કરોડ થયો હતો. બુકમાં નોંધાયેલ નફાની વાત કરીએ તો તે આશરે રૂ. 54,000 કરોડ હતો. તે બંને મળીને કુલ રકમ રૂ. 1.1 લાખ કરોડ થાય છે. દેવાની વાત કરીએ તો, ચોખ્ખું દેવુ આગામી 10 વર્ષમાં સ્પ્રેડ રિપેમેન્ટ સામે 3 વર્ષથી ઓછા સમયમાં ચૂકવી શકાય છે.

અદાણી જૂથનું કુલ દેવું આશરે રૂ. 2.2 લાખ કરોડ હતું. જેનો અર્થ એ છે કે, જો કોઈ વધારાના પ્રોજેક્ટ્સમાં એક્સપાન્સન કે વૃદ્ધિ ન થાય તો પણ દેવું 3 વર્ષથી ઓછા સમયમાં આસાનીથી ચૂકવી શકાય છે. રૂ. 1.1 લાખ કરોડની આ રકમ સામે, આગામી 10 વર્ષ માટે નિર્ધારિત દેવું ચૂકવણી દરેક દસ વર્ષમાં રૂ. 5,500 કરોડથી રૂ. 37,324 કરોડની રેન્જમાં છે. (FY34 સુધી). તેથી કોઈ પણ વર્ષમાં દેવાની ચુકવણી અદાણીના રોકડ પ્રવાહ અને રોકડના સંયુક્ત રીતે 40% કરતાં વધુ છે.

2. ગ્રોથ કેપિટલ માટે ભારતીય બેંકો સાથે પૂરતો હેડરૂમ:  ભારતીય બેંકોનું દેવું એક્સપોઝર આશરે રૂ. 92,000 કરોડ હતું અને તેની રૂ. 56,000 કરોડની મોટાભાગની રોકડ ભારતીય બેન્કો પાસે છે-જેનો અર્થ થાય છે કે નેટ એક્સપોઝર માત્ર રૂ. 36,000 કરોડ છે. આ રકમ અન્ય ભારતીય કંપનીઓ જેમ કે ટાટા સ્ટીલ, JSW સ્ટીલ, રિલાયન્સ વગેરેના એક્સપોઝર કરતાં ખૂબ ઓછી છે.

જિયોપોલિટિકલી પણ અદાણી જૂથની ભૂમિકા ખુબ જ મહત્વની છે. રિન્યુએબલ એનર્જી, પોર્ટ્સ સહિતના બિઝનેસમાં જૂથનું રોકાણ અને એક્સપર્ટાઈઝ કોઈનાથી છૂપી નથી.

3. અદાણીના એનર્જી પ્રોજેક્ટ્સ વિદેશમાં ન થાય તો તેઓને ફટકો: કારણ કે, અદાણી જૂથ ભારતમાં સૌથી મોટા પુનઃપ્રાપ્ય પ્રોજેક્ટ્સનું નિર્માણ કરી રહ્યું છે. જે ભારતને ઈંધણની આયાતના સંદર્ભમાં સેંકડો અબજોની બચત કરશે. વૈશ્વિક એનર્જી કાર્ટેલ સાથે આ સારી રીતે ચાલી રહ્યું નથી.

4. વાત પોર્ટસની કરીએ તો, ભારતના વિદેશી વેપારને સુરક્ષિત કરવા માટે અદાણી ઇઝરાયેલ, આફ્રિકા, ઑસ્ટ્રેલિયા, મધ્ય-પૂર્વ, પૂર્વ એશિયાના દેશોમાં બંદરો બનાવી રહ્યું છે – જે ફરીથી યુએસ ડીપ સ્ટેટ અને ચીન સાથે સારી રીતે ચાલી રહ્યું નથી જે તે જગ્યામાં પહેલેથી જ સ્પર્ધા કરી રહ્યા છે. તેવામાં અદાણી જૂથના વ્યૂહાત્મક રોકાણો ભવિષ્યમાં ફાયદાકારક જ નીવડશે.

5. વાત પડોશી દેશ બાંગ્લાદેશની કરીએ તો, તાજેતરના બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન એ જગત જમાદાર યુએસના હસ્તક્ષેપનું પરિણામ છે, જેણે બાંગ્લાદેશના દરિયાકાંઠેથી તેની કંપની-એક્સેલેટ એનર્જી દ્વારા-અમેરિકન મુખ્ય ઓઇલ જાયન્ટ કૈસર ફેમિલી, બ્લેકરોક અને વેનગાર્ડની માલિકીની-જે 20 ટ્રિલિયન કરતાં વધુ ભંડોળનું સંચાલન કરે છે તેના દ્વારા પહેલેથી જ ઑફ-શોર ગેસની શોધ શરૂ કરી દીધી છે. તેવામાં બાંગ્લાદેશમાં અમેરિકાનો હસ્તક્ષેપ વધવાની ભરપૂર સંભાવનાઓ છે.

સમૂહે જણાવ્યું હતું કે તેનો પોર્ટફોલિયો Ebitda ના 2.5 ગણાથી ઓછો છે, જે દેવુ ચૂકવવાની જૂથની ક્ષમતા દર્શાવે છે. વળી કોન્ટ્રાક્ટ્સમાંથી કમાણી તેના કુલ પોર્ટફોલિયોના 70% જેટલી છે, જે રોકાણકારોને વૃદ્ધિની ખાતરી આપે છે.

Leave a comment

Trending