બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ગુજરાતમાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 2353 મતોથી વિજય થયો છે. ભાજપે છેલ્લા 5 રાઉન્ડમાં સારું પ્રદર્શન કરતાં લીડમાં ઘટાડો કર્યો હતો અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતનો પરાજય થયો હતો.
ગત લોકસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા બેઠક પરથી જીત મેળવી હતી, જેને લઈને વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજવામાં આવી હતી. વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂત, ભાજપે સ્વરૂપજી ઠાકોર અને અપક્ષમાંથી માવજી પટેલે ચૂંટણી લડી હતી. આ ત્રિપાંખિયો જંગ સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યો હતો. ટિકિટ ના મળતા નારાજ માવજી પટેલ અપક્ષમાંથી ઉતર્યા બીજી તરફ ગુલાબસિંહ રાજપૂત માટે ગેનીબેને ચૂંટણી રેલીઓ યોજી હતી. જ્યારે સ્વરૂપજીને જીતાડવા માટે ભાજપે પણ તનતોડ મહેનત કરી હતી.
સ્વરૂપજી ઠાકોર વર્ષ 2022માં વાવ બેઠક પર યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર સામે લડ્યાં હતાં. જેમા તેમની હાર થઈ હતી. ગેનીબેન ઠાકોરને 102513 મત મળ્યા હતા, જ્યારે સ્વરૂપજી ઠાકોરને 86912 મત મળ્યા હતા. એટલે કે સ્વરૂપજી ઠાકોર ગેનીબેન સામે 15,601 મતથી હારી ગયા હતા. જોકે, આ પેટાચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોરનો વિજય થયો છે.
સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બીયોક ગામના રહેવાસી છે. તેઓ ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. સ્વરૂપજી ઠાકોર વર્ષ 2019માં બનાસકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમને 48,634 મત મળ્યા હતા.
ગુજરાતના બનાસકાંઠાની વાવ પેટા ચૂંટણીમાં મત ગણતરીનો 23મો રાઉન્ડ પણ પૂરો થઈ ચૂક્યો છે. જેમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરને 91,755 મત, કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને 89,402 મત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 27,173 મત મળ્યા છે. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 2353 મતથી વિજય થયો છે.
• વાવ પેટા ચૂંટણીની મત ગણતરીમાં એક જ રાઉન્ડ બાકી જ્યો છે. ભાજપ 22મા રાઉન્ડમાં 800 મતથી આગળ ચાલી રહ્યા છે.
• બનાસકાંઠામાં વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની મત ગણતરીના 21માં રાઉન્ડ પૂર્ણ થયો છે. કોંગ્રેસને 83,589 મત, ભાજપને 82,912 મત અને અપક્ષના માવજી પટેલને 21074 મત મળ્યા છે. ભાજપ 727 મતથી પાછળ છે.
• 23 રાઉન્ડની મતગણતરી છે હાલમાં 20મો રાઉન્ડ પુરો થયો છે. 15મા રાઉન્ડ બાદ કોંગ્રેસની લીડમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ભાજપે છેલ્લા 5 રાઉન્ડમાં સારું પ્રદર્શન કરતાં લીડમાં ઘટાડો કર્યો છે. 20મા રાઉન્ડના અંતે ભાજપને 4641 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસને 2528 મત મળ્યા છે. હવે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 3897 મતથી કોંગ્રેસ આગળ છે.
• જેમ જેમ મતગણતરીનો રાઉન્ડ આગળ વધતો જાય છે તેમ તેમ કોંગ્રેસની લીડ કપાતી જાય છે. 19માં રાઉન્ડના અંતે ભાજપને 4559 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસને 2336 મત મળ્યા છે. હવે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 6010 મતથી આગળ છે. 19મા રાઉન્ડના અંતે ભાજપે 2223 મતની લીડ કાપી છે.
• મતગણતરીના 18માં રાઉન્ડના અંતે ભાજપને 4966 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસને 2735 મળ્યા છે. ભાજપે કોંગ્રેસની 2131 મતોની લીડ કાપી છે. હાલ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 8233 મતથી આગળ છે.






Leave a comment