રાજ્યમાં ફૂલગુલાબી ઠંડીનો પ્રારંભ

રાજ્યમાં અંતે શિયાળાએ અસર દેખાવાની શરૂઆત કરી છે. સવારના અને રાત્રિના સમયે કડકડતી ઠંડીનો અનુભવ થતા લોકોએ ગરમ કપડા પહેરવાની શરૂઆત કરવી પડી છે. રાજ્યના 10 સેન્ટરો પર તાપમાનનો પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યો હતો. પાટનગર ગાંધીનગર 11.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.

આજે સવારે સાડા આઠ વાગ્યે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરમાં 15.7 ડિગ્રી, બરોડા 14.4 ડિગ્રી, રાજકોટ 14.0 ડિગ્રી અને સુરતમાં 19.0 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

રાજ્યમાં શિયાળાના પ્રારંભ સાથે ઉત્તર-પૂર્વ તરફથી પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે. જેના કારણે મોટાભાગના શહેરોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં આજે સવારે સાડા આઠ વાગ્યે પૂરાત થતા ચોવીસ કલાક દરમિયાન હવામાન વિભાગના મોટાભાગના સેન્ટર પર મહત્તમ તાપમાન 33 ડિગ્રીથી નીચે જ્યારે લઘુત્તમ તાપમાન 21 ડિગ્રીથી નીચે નોંધાયું હતું.

Leave a comment

Trending