જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં સ્ત્રીરોગ વિભાગે યુવાન મહિલાના ગર્ભાશયમાંથી દુરબીન વડે સફળ ઓપરેશન કરી બે કિલોની ગાંઠ કાઢી લેતા મહિલાને સંભવિત આનુંસંગિક દુષ્પ્રભાવથી બચાવી લીધી હતી.
હોસ્પિટલના સ્ત્રીરોગ વિભાગના સીની. રેસિ. ડો.ગ્રીષ્મા શેઠ અને તેમની ટીમે આ સફળ શસ્ત્રક્રિયાને અંજામ આપ્યો હતો. ભુજના ૪૬ વર્ષીય હિરલબેનના ગર્ભાશયમાં બે કિલોની ગાંઠ જણાતા આ ઓપરેશન કરવું જરૂરી બની ગયું હતું. વળી દર્દીની ગાંઠ ગર્ભાશયથી છેક નાભી સુધી ફેલાઈ ગઈ હોવા ઉપરાંત તેમને માસિકના માર્ગે છેલ્લા એક વર્ષથી વધારે લોહી પડવાની સમસ્યા ઊભી થઈ હતી અને છેલ્લે તો સતત રક્તસ્ત્રાવથી લોહીના કણો પણ ઓછા થઈ ગયા હતા જેથી ઓપરેશન જરૂરી બની ગયું હતું.
આ ઓપરેશનમાં એનેસ્થેશીયા ટીમના ડો. ક્રિષ્ના કારા અને અન્ય સ્ત્રીરોગ તબીબો ડો.મમતા ગણાસરા અને ડો.મહિમા પટેલ મદદરૂપ થયા હતા






Leave a comment