આજે 25 નવેમ્બરે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 992 પોઈન્ટના વધારા સાથે 80,109 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 314 પોઈન્ટ વધીને 24,221ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ સમયે, BSE સ્મોલકેપ 976 પોઈન્ટ વધીને 53,589 ના સ્તરે બંધ થયો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 24 વધ્યા અને 6 ઘટ્યા. નિફ્ટીના 50 શેરોમાંથી 43 ઊંચકાયા હતા અને 7 ડાઉન હતા. એનએસઈના તમામ ક્ષેત્રીય સૂચકાંકો વધારા સાથે બંધ થયા છે. નિફ્ટી PSU બેન્ક સૌથી વધુ 4.16% વધ્યો હતો.
HDFC બેંક, લાર્સન એન્ડ ટુબ્રો, ICICI બેંક અને રિલાયન્સે બજારમાં સૌથી વધુ આગેવાની લીધી હતી. જ્યારે ઈન્ફોસિસ, જેએસડબલ્યુ સ્ટીલ, ટેક મહિન્દ્રા અને એશિયન પેઈન્ટે બજારને નીચે ખેંચ્યું હતું.
એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કી 1.30% અને કોરિયાનો કોસ્પી 1.32% વધ્યો હતો. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 0.11%ના ઘટાડા સાથે બંધ થયો છે.
22 નવેમ્બરના રોજ, યુએસ ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.97% વધીને 44,296 પર અને S&P 500 0.35% વધીને 5,969 પર પહોંચી. Nasdaq પણ 0.16% વધીને 19,003 થયો.
NSEના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારો (FII) એ 22 નવેમ્બરે ₹1,278.37 કરોડના શેર વેચ્યા હતા. આ સમયગાળા દરમિયાન, સ્થાનિક રોકાણકારો (DII) એ ₹1,722.15 કરોડના શેર ખરીદ્યા હતા.
એનવાયરો ઈન્ફ્રા એન્જીનિયર્સના IPO માટે બિડિંગનો આજે બીજો દિવસ Enviro Infra Engineers Limitedના IPO માટે બિડિંગનો આજે બીજો દિવસ છે. પહેલા દિવસે આ ટોટલ 2.09 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. રોકાણકારો આવતીકાલે એટલે કે 26મી નવેમ્બર સુધી આ ઈસ્યુ માટે બિડ કરી શકશે. કંપનીના શેર 29 નવેમ્બરે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે.
આ IPOનું ઇશ્યૂ કદ ₹650.43 કરોડ છે. કંપની કુલ 4,39,48,000 શેર ઇશ્યૂ કરવાની યોજના ધરાવે છે. તેમાં 3,86,80,000 નવા શેરના ફ્રેશ ઈશ્યુનો સમાવેશ થાય છે, જ્યારે પ્રમોટર્સ 52,68,000 શેર વેચશે. દરેક શેરની ફેસ વેલ્યુ ₹10 નક્કી કરવામાં આવી છે.






Leave a comment