EPFO ખાતાધારકો માટે ગૂડ ન્યૂઝ

EPFOમાં રોકાણ કરનારા 7 કરોડથી વધુ રોકાણકારોના ખાતામાં વ્યાજ જમા થઈ ચૂક્યું છે. ઈપીએફઓ સ્કીમમાં સરકાર દ્વારા વાર્ષિક 8.25 ટકાના દરે વ્યાજ આપવામાં આવે છે. કર્મચારી પોતાની બેઝિક પગારના 12 ટકા હિસ્સો ઈપીએફમાં રોકે છે. તેટલો જ હિસ્સો એમ્પ્લોયર દ્વારા પણ ફાળવવામાં આવે છે. આ એક રિટાયરમેન્ટ સ્કીમ છે. જેમાં રોકાણકારો સપ્ટેમ્બર મહિનાથી વ્યાજ જમા થવાની રાહ જોઈ રહ્યા છે. આ વ્યાજની રકમ આ રીતે ચકાસી શકો છો.

વેબસાઇટ પરથી પણ ચેક કરી શકો છો

  • ઈપીએફઓની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
  • ત્યારબાદ UAN નંબર અને પાસવર્ડની મદદથી લોગઇન કરો
  • લોગઇન કર્યા બાદ મેમ્બર પાસબુક વિકલ્પ પસંદ કરો.
  • એકાઉન્ટ પાસબુક ખોલવા માટે તમારે ફરીથી UAN નંબર અને પાસવર્ડ આપવો પડશે.
  • ત્યારબાદ સ્ક્રિન પર મેમ્બર પાસબુક દેખાશે.

Leave a comment

Trending