જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં સોમવારે ઉઘડતી હોસ્પિટલ સાથે તમામ સારવાર કેન્દ્રોમાં કામગીરી રાબેતા મુજબ શરૂ થઈ અને એક જ દિવસમાં સોમવારે પ્રત્યેક દિવસની માફક ૧૩૦૦ થી વધુ ભુજ આસપાસના અને દૂર સુદૂર અંતરિયાળ વિસ્તારમાંથી આવેલા દર્દીઓએ સંતોષજનક ઉપચાર કરાવ્યો હતો.
સારવાર લેવા ઉપરાંત જરૂરિયાતમંદ દર્દીઓ કે જેમની હોસ્પિટલમાં દાખલ કરીને જ સારવાર આપવી પડે તેમ હોય તેવા ૧૪૦ જેટલા દર્દીઓને આઇપીડી અંતર્ગત વિવિધ વિભાગોમાં દાખલ કરવામાં આવ્યા છે. મહત્વની બાબત એ છે કે સરેરાશ ૧૫૦ ઉપરાંત દર્દીઓને ઇમર્જન્સી સારવાર પણ આપવામાં આવી હતી.
ડાયાલિસિસ ખુબજ આવશ્યક સારવાર ગણાય છે ત્યારે એકજ દિવસમાં કિડનીના ૩૦ દર્દીઓને ડાયાલિસિસની સારવાર આપવામાં આવી હતી અને એક જ દિવસમાં સ્ત્રીરોગ વિભાગે ૧૧ પ્રસુતિ પણ કરાવી હતી, એટલું જ નહીં હોસ્પિટલમાં અતિ આધુનિક ઓપરેશન થિયેટરમાં સાત દર્દીઓ ઉપર મેજર ઓપરેશનને પણ અંજામ આપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ૩૦૦થી વધુ દર્દીઓના એક્સરે ૨૫ જેટલા સીટી સ્કેન અને ૬૦થી વધુ યુએસજી જેવી સેવાઓને પણ રેડીઓલોજી વિભાગ દ્વારા આવરી લેવામાં આવી હતી. બીજી બાજુ ૩૦૦ ઉપરાંત નવા અને દાખલ દર્દીઓના લોહીના વિવિધ ટેસ્ટિંગ પણ એક જ દિવસમાં કરવામાં આવ્યા હતા. આમ સમગ્ર દિવસ સારવારથી ધબધમાટ ભર્યો રહ્યો હતો.






Leave a comment