જયુબેલી ગાર્ડનની બાજુમાં બસ સ્ટેન્ડ પાસેના ફૂટપાથ પરથી આજે એસઓજીએ ૧૧.૯પ૦ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ચેતન ભરતભાઈ સમેચા (ઉ.વ.ર૧, રહે. નહેરૃનગર શેરી નં.૪/પનો ખુણો, માલધારી ચોક)ને ઝડપી લીધો હતો. પ્રાથમિક પુછપરછમાં તેણે ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો લઈ આવ્યાની કબુલાત આપી છે.
એસઓજીના પીઆઈ એસ.એમ. જાડેજા અને પીએસઆઈ એન. વી. હરિયાણીએ ચોકકસ બાતમીના આધારે ચેતનને અટકાવી તેની પાસે રહેલા બે કાળા થેલાની તલાશી લેતાં અંદરથી ૧૧.૯પ૦ કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જેની કિંમત એસઓજીએ રૃા.૧.૧૯ લાખ ગણી હતી. એક મોબાઈલ ફોન, રૃા.૧૭૦૦ રોકડા, બે ટ્રેનની ટિકિટ વગેરે મળી કુલ રૃા.૧.ર૬ લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં ચેતને ગાંજાનો જથ્થો ઓરિસ્સાથી લઈ આવ્યાની કબુલાત આપી છે. તેણે પોલીસને જણાવ્યું કે ઓરિસ્સાથી ટ્રેનમાં સુરત સુધી આવ્યો હતો. સુરતથી બસમાં બેસી રાજકોટ પહોંચ્યો ત્યાં જ ઝડપાઈ ગયો હતો. તેની પાસેથી ટ્રેનની બે ટિકિટ મળી હતી. જે બાબતે પુછપરછમાં જણાવ્યું કે તેની સાથે પાડોશીનો છોકરો પણ હતો. જે આગળ ઉતરી ગયો હતો.
જેથી હવે એસઓજીએ તેને ઝડપી લેવા તજવીજ શરૃ કરી છે. પ્રાથમિક તપાસમાં એસઓજીને ગાંજો ખરેખર બીજા કોઈએ મંગાવ્યાનું અને ચેતન માત્ર કેરિયર તરીકે કામ કરતો હોવાની માહિતી મળી છે. આ સ્થિતિમાં ગાંજો કોણે મંગાવ્યો હતો તે દિશામાં પણ પોલીસ હવે તપાસ કરી રહી છે.






Leave a comment