આજે એટલે કે 3 ડિસેમ્બરે સેન્સેક્સ 597 પોઈન્ટની તેજી સાથે 80,845 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 181 પોઈન્ટ વધીને 24,457 પર બંધ થયો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 25માં તેજી અને 5માં ઘટાડો રહ્યો. નિફ્ટીના 50 શેરોમાંથી 41માં તેજી અને 9માં ઘટાડો રહ્યો હતો.
NSE સેક્ટોરલ ઈન્ડેક્સમાં FMCG અને ફાર્મા સિવાય તમામ સેક્ટર તેજી સાથે બંધ થયા છે. અદાણી પોર્ટ નિફ્ટીમાં ટોપ ગેઇનર રહ્યો હતો. જ્યારે ભારતી એરટેલ ટોપ લુઝર રહ્યો હતો.
એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કેઈ 1.73% અને કોરિયાનો કોસ્પી 1.43%ની તેજી છે. તેમજ, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ પણ 0.057%ની તેજી સાથે કારોબાર કરી રહ્યો છે.
NSEના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારો (FII) એ 2 ડિસેમ્બરે ₹238.28 કરોડના શેર વેચ્યા હતા. આ દરમિયાન, સ્થાનિક રોકાણકારો (DII) એ ₹3,588.66 કરોડના શેર ખરીદ્યા હતા.
2 ડિસેમ્બરના રોજ, યુએસ ડાઓ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.29% ઘટીને 44,782 પર અને S&P 500 0.24% વધીને 6,047 પર બંધ થયો. નેસ્ડેક 0.97% વધીને 19,403 પર બંધ થયો.
સુરક્ષા ડાયગ્નોસ્ટિક લિમિટેડના IPO માટે બિડિંગનો આજે બીજો દિવસ છે. આ IPO કુલ પ્રથમ દિવસે માત્ર 25% સબસ્ક્રાઇબ થયો હતો. આ IPO ને રિટેલ કેટેગરીમાં 0.45% અને નોન-ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ (NII) કેટેગરીમાં 0.13% સબસ્ક્રાઈબ થયો છે.






Leave a comment