ભુજમાં નૌકાદળ દ્વારા એનસીસી કેડેડટ્સ સાથે રેલી યોજી સિદ્ધિઓ દર્શાવાઈ

દેશમાં ભારતીય નૌકાદળની સિદ્ધિઓ અને ભૂમિકાને ઓળખવા માટે દર વર્ષે 4 ડિસેમ્બરના દિવસને નેવી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ભુજમાં પણ નેવી દિવસની દેહભક્તી ના કાર્યક્રમો સાથે જાહેર ઉજવણી કરવામાં આવી હતી. ખાસ તો ઇન્ડિયન નેવીની કામગીરી વિશે લોકો જાગૃત થાય તેવા ઉદેશ સાથે રેલી અને નાટક સહિતાના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.જેમા એનસીસી કેડેટ્સના વિધાર્થીઓએ યોજેલી શિસ્તબંધ રેલીએ શહેરમાં આકર્ષક બની હતી.

વર્ષ 1971 ભારત – પાકિસ્તાન યુદ્ધ સમયે ભારતીય નેવીએ પોતાની તાકાત બતાવી ભારતના ભવ્ય વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને કરાચી બંદર પર કબ્જો મેળવ્યો હતો. આ પ્રકારની ગૌરવશાળી ઘટનાઓને જાહેર કરી નેવી દિવસની ઉજવણી કરી હતી. ઉજવણીના ભાગરૂપે શહેરના હિલ ગાર્ડનથી જ્યુબિલી સર્કલ સુધી એનસીસી કેડેટ્સની વિશાળ રેલી યોજાઈ હતી. જેના દ્વારા કચ્છના યુવક-યુવતીઓ ઇન્ડિયન નેવીમાં જોડાય તે માટે લોકોને જાગૃત કરવા માટે ભુજ ઇન્ડિયન નેવી દિવસની ઉજવણી કરવામાં આવી હતીમ ભુજ નેવલ યુનિટ 5 દ્વારા રેલી નાટક સહિતના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે 5 ગુજરાત નવલ યુનિટના કમાન અધિકારી લેફ્ટનન્ટ કમાન્ડર એમજી ગોવિંદ , ગર્વમેન્ટ કોલેજના એચ સી પટેલ, તથા ડી એલ ડાકી, રાજદીપસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Leave a comment

Trending