સેન્સેક્સ 110 પોઈન્ટ વધીને 80,956 પર બંધ

આજે એટલે કે 4 ડિસેમ્બરે સેન્સેક્સ 110 પોઈન્ટના વધારા સાથે 80,956 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 10 પોઈન્ટ વધીને 24,467ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 15માં ઘટાડો અને 15માં વધારો જોવા મળ્યો છે.

નિફ્ટીના 50 શેરોમાંથી 30માં ઘટાડો અને 20માં વધારો જોવા મળ્યો છે. NSE સેક્ટોરલ ઇન્ડેક્સમાં PSU બેન્કિંગ અને રિયલ્ટી 2% કરતા વધુ વધ્યા હતા. HDFC લાઇફ નિફ્ટીમાં 2.59%ના વધારા સાથે ટોપ ગેઇનર હતી. એરટેલ 2.33%ના ઘટાડા સાથે ટોપ લૂઝર હતો.

એશિયન માર્કેટમાં કોરિયાનો કોસ્પી 1.44% અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 0.42% ઘટ્યો હતો. જ્યારે જાપાનનો નિક્કી 0.07% વધ્યો છે.

NSEના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારો (FII)એ 3 ડિસેમ્બરે ₹3,664 કરોડના શેર ખરીદ્યા હતા. આ સમયગાળા દરમિયાન, સ્થાનિક રોકાણકારો (DII) એ ₹250 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

3 ડિસેમ્બરે અમેરિકાનો ડાઉ જોન્સ 0.17% ઘટીને 44,705 પર બંધ થયો હતો. S&P 500 0.04% વધીને 6,049 પર અને Nasdaq 0.40% વધીને 19,480 પર છે.

Leave a comment

Trending