સેન્સેક્સ 200 પોઈન્ટ ઘટીને 81,508 પર બંધ

આજે 9 ડિસેમ્બરે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 200 પોઈન્ટના ઘટાડા સાથે 81,508 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 58 પોઈન્ટ ઘટીને 24,619ના સ્તરે બંધ રહ્યો હતો. તે જ સમયે, BSE સ્મોલ કેપ 262 પોઈન્ટના વધારા સાથે 57,313ના સ્તરે બંધ રહ્યો હતો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 17 ઘટ્યા અને 13 વધ્યા. નિફ્ટીના 50 શેરોમાંથી 30 ઘટ્યા અને 19 વધ્યા. જ્યારે એક શેર કોઈ ફેરફાર વગર બંધ રહ્યો હતો. NSE સેક્ટરલ ઈન્ડેક્સમાં FMCG સેક્ટર 2.22%ના સૌથી મોટા ઘટાડા સાથે બંધ થયું.

એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કેઈ 0.27% અને કોરિયાનો કોસ્પી 2.13%નો ઘટાડો છે. જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 0.36%ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.

NSEના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારો (FII) એ 6 ડિસેમ્બરે ₹1,830.31 કરોડના શેર વેચ્યા હતા. આ દરમિયાન, સ્થાનિક રોકાણકારો (DIIs) એ ₹1,659.06 કરોડના શેર ખરીદ્યા હતા.

6 ડિસેમ્બરે અમેરિકાનો ડાઓ જોન્સ 0.28% ઘટીને 44,642 પર બંધ થયો હતો. S&P 500 0.25% વધીને 6,090 પર અને નેસ્ડેક 0.81% વધીને 19,859 પર બંધ થયો.

આ પહેલા શુક્રવારે એટલે કે 6 ડિસેમ્બરે સેન્સેક્સ 56 પોઈન્ટ ઘટીને 81,709 ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 30 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો, તે 24,677ની સપાટીએ બંધ થયો હતો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 17માં ઘટાડો અને 13માં ઉછાળો રહ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 32માં ઘટાડો અને 18માં તેજી રહી હતી. NSE સેક્ટોરલ ઈન્ડેક્સમાં મેટલ સેક્ટર સૌથી વધુ 1.23% ના વધારા સાથે બંધ થયું હતું.

Leave a comment

Trending