સામખીયાળીમાં પોલીસવડાનો લોક સંવાદ કાર્યક્રમ યોજાયો

કચ્છના પ્રવેશદ્વારસમાં સામખીયાળીમાં આજે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા ગ્રામજનોની સમસ્યાઓ જાણવા ખાસ લોક સંવાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ટ્રાફિક મહિલા સુરક્ષા વિષયે ગ્રામજનોએ રજૂઆત કરી હતી. પ્રતિક્રિયા માં પોલીસવડાએ લોક પ્રશ્નો સાંભળી તેના ઉકેલ માટેના પ્રયાસો હાથ ધરવાની ખાતરી આપી હતી.

એસીપી બાગમાર દ્વારા પ્રથમ ભચાઉ અને સામખીયાળીપોલીસ મથકનુ વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું. ત્યારબાદ સામખીયારી પોલીસ સ્ટેશન સામેના સાંઇધામ ખાતે લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સામખીયારી, આધોઈ, શિકારપુર, કંથકોટ, જડશા, વાંઢીયા, જંગી વિગેરે ગામોમાંથી આગેવાનો, સરપંચ તથા રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લોકોએ પોલીસ વડા સમક્ષ ટ્રાફિક જામ, સુરજબારી ચેકપોસ્ટ, શિકારપુર ઓપી આધોઈ ખાતે સ્ટાફ વધારવા, સ્થાનિકે પોલીસ લાઇન બનાવવા, સાયબર ઓનલાઇન ગુના સહિતના મુદાઓ પર ચર્ચા કરવામા આવી હતી. આ વેળાએ સામખીયાળીના રઝિયાબેન રાઉમાએ વાગડ વિસ્તારમાં એક પણ મહિલા પોલીસ સ્ટેશન નથી તો આ બાબતે યોગ્ય થવા માગ કરી હતી. પ્રત્યુત્તરમા પોલીસ વડાએ તમામ પ્રશ્નોના ઉકેલ માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે અને ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે સ્થાનિક પોલીસને સુચના આપી હતી.

કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા, સામખીયારી પોલીસ ઈન્સ્પેક્ટર વી.કે.ગઢવી, પીએસઆઇ સી.એચ.ગઢવી, રિડર પીએસઆઇ ડી.જે પ્રજાપતિ, એસપીના પીએ ખીમજીભાઇ ફફલ, તથા ગામના ગેલાભાઇ શુક્લા, જશુભા જાડેજા, જાનમામદ રાઉમા, જયસુખ કુબડીયા, રાજુભાઈ શાહ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Leave a comment

Trending