વન નેશન વન ઇલેક્શન બિલ લોકસભામાં રજૂ

સંસદના શિયાળુ સત્રનો મંગળવારે (17 ડિસેમ્બર) 17મો દિવસ છે. વન નેશન-વન ઇલેક્શન બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. કેન્દ્રીય કાયદામંત્રી અર્જુન રામ મેઘવાલ સૌપ્રથમ વન નેશન, વન ઇલેક્શન માટે 129મું બંધારણ સંશોધન બિલ રજૂ કર્યું હતું.

વન નેશન વન ઈલેક્શન બિલ રજૂ કર્યા બાદ સાંસદોને એના પર બોલવા માટે સમય આપવામાં આવ્યો હતો. ઘણા પાર્ટીઓએ વાંધો ઉઠાવ્યા પછી બિલને ફરીથી રજૂ કરવા માટે ઇલેક્ટ્રોનિક મતદાન થયું. પક્ષમાં 220 અને વિપક્ષમાં 149 મત પડ્યા હતા. સ્પીકરે કહ્યું હતું કે જે સભ્યો પોતાનો મત બદલવા માગે છે તેઓ સ્લિપ લઈ લે. ત્યાર પછીની મતગણતરીમાં પક્ષમાં 269 અને વિપક્ષમાં 198 મત પડ્યા હતા. કાયદામંત્રી મેઘવાલે ફરીથી બિલ રજૂ કર્યું.

મેઘવાલે કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સંબંધિત ત્રણ કાયદામાં સંશોધનનું બિલ પણ રજૂ કર્યું હતું. આ બિલમાં કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર અધિનિયમ- 1963, ધ ગવર્નમેન્ટ ઓફ નેશનલ રેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી- 1991 અને જમ્મુ અને કાશ્મીર રિઓર્ગેનાઈઝેશન એક્ટ- 2019નો સમાવેશ થાય છે. તેના દ્વારા જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે સુધારા પણ કરી શકાય છે.

અમિત શાહે કહ્યું હતું કે જ્યારે બિલ કેબિનેટમાં આવ્યું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે એને જોઈન્ટ પાર્લમેન્ટરી કમિટી (JPC)ને મોકલવામાં આવે.

વન નેશન, વન ઈલેક્શન બિલના વિરોધમાં સપાના સાંસદ ધર્મેન્દ્ર યાદવે કહ્યું હતું કે વન નેશન, વન ઈલેક્શન બિલ દેશમાં તાનાશાહી લાવવાનો ભાજપનો પ્રયાસ છે.

પૂર્વ રાષ્ટ્રપતિ અને સમિતિના અધ્યક્ષ રામનાથ કોવિંદે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ વિશે કહ્યું – દેશમાં 2029 અથવા 2034માં એક સાથે ચૂંટણી યોજાઈ શકે છે. જે દિવસે આપણું અર્થતંત્ર 10%-11% સુધી વધશે, તે દિવસે આપણો દેશ વિશ્વની ત્રીજા-ચોથા સૌથી મોટા અર્થતંત્રોની હરોળમાં આવી જશે. આ મોડલ ભારતીય વસ્તીનો વિકાસ કરવામાં સક્ષમ છે. અન્ય પાસાઓમાં પણ આ મોડલ અપનાવવું રાષ્ટ્ર માટે મદદરૂપ થશે.

વન નેશન, વન ઇલેક્શન બિલને ફરીથી રજુ કરવા માટે પ્રથમ વખત ઇલેક્ટ્રોનિક રીતે મતદાન થયું. જેમાં પક્ષમાં 220 અને વિપક્ષમાંમાં 149 મત પડ્યા હતા. એકપણ સાંસદ ગેરહાજર ન હતા. કુલ 369 સભ્યોએ મતદાન કર્યું હતું. આ પછી વિપક્ષી સભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જો તેમને વાંધો હોય તો સ્લિપ આપો. તેના પર સ્પીકરે કહ્યું કે અમે પહેલા જ કહ્યું હતું કે જો કોઈ સભ્યને એવું લાગે તો તે સ્લિપ દ્વારા પોતાના મતમાં ફેરફાર કરી શકે છે.

વન નેશન, વન ઈલેક્શન બિલ પર ચર્ચા કરવા અને પસાર કરવા માટે મતદાન થઈ રહ્યું છે. પહેલીવાર લોકસભામાં ઈલેક્ટ્રોનિક ડિવિઝન હશે. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે તમને પ્રક્રિયા પણ જણાવવામાં આવશે.

Leave a comment

Trending