ભારતે ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટમાં ફોલોઓન રમવાથી પોતાને બચાવી લીધા છે. ધ ગાબા સ્ટેડિયમમાં ચાલી રહેલી મેચમાં ભારતીય ટીમ 193 રનથી પાછળ છે. આજે એટલે કે, મંગળવારે મેચના ચોથા દિવસે સ્ટમ્પ સુધી ભારતે 9 વિકેટે 252 રન બનાવી લીધા છે. આકાશ દીપ 27 અને જસપ્રિત બુમરાહ 10 રને અણનમ પરત ફર્યા હતા.
એક સમયે ટીમે 213 રનમાં 9મી વિકેટ ગુમાવી દીધી હતી. રવિન્દ્ર જાડેજા 77 રન બનાવીને આઉટ થયો હતો. અહીંથી ભારતને ફોલોઓન બચાવવા માટે 33 રનની જરૂર હતી. આવી સ્થિતિમાં આકાશ દીપ અને જસપ્રિત બુમરાહે ધીરજ સાથે બેટિંગ કરી.
ભારતીય ટીમે દિવસની શરૂઆત 51/4ના સ્કોરથી કરી હતી. કેએલ રાહુલે 33 રનની ઇનિંગની આગેવાની લીધી હતી અને 84 રન બનાવીને આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન પેટ કમિન્સે 4 વિકેટ ઝડપી હતી. જ્યારે મિચેલ સ્ટાર્કને 3 વિકેટ મળી હતી. મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડને એક-એક વિકેટ મળી હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ શનિવારે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી.
ભારતીય ટીમે ફોલોઓન બચાવી લીધું છે. જસપ્રિત બુમરાહ અને આકાશ દીપની જોડીએ છેલ્લી વિકેટ માટે અણનમ 39 રનની ભાગીદારી કરી હતી. હાલમાં ખરાબ લાઈટના કારણે મેચ રોકવામાં આવી છે.






Leave a comment