વોટ્સએપ શાનદાર અપડેટ લાવ્યું

વોટ્સએપ છેલ્લા ઘણા સમયથી ગ્રુપ ચેટ્સને સ્ટેટસમાં મેન્શન કરનારા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચર આવવાથી યૂઝર્સ એકસાથે આખા ગ્રુપને મેન્શન કરી શકશે. તેમને અલગથી એક-એક કોન્ટેક્ટને સ્ટેટસમાં ટેગ કરવાની જરૂર નહીં પડશે. હવે સમાચાર મળી રહ્યા છે કે, આ ફીચરનું ટેસ્ટિંગ શરૂ થઈ ગઈ છે. તે કેટલાક બીટા યૂઝર્સ માટે રોલઆઉટ કરી દેવામાં આવ્યું છે.

Wabetainfoએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ WhatsApp Android 2.24.26.17 બીટા અપડેટથી અપકમિંગ ફીચરનો ખુલાસો થશે. આ ફીચરનું નામ ગ્રુપ ચેટ મેન્ટેશન ઈન સ્ટેટસ અપડેટ છે. તેના દ્વારા સ્ટેટસમાં ગ્રુપ ચેટ મેન્શન કરવાની સુવિધા મળશે.

જો તમે ઓફિશિયલ ટ્વીટમાં જોડાયેલ સ્ક્રીનશોટને જોશો તો આ ટૂલ બીટા યુઝર્સ માટે ઉપલબ્ધ છે. જ્યારે યુઝર્સ કોઈ ગ્રુપને સ્ટેટસમાં મેન્શન કરશે ત્યારે ગ્રુપના તમામ મેમ્બર્સને નોટિફિકેશન મળશે, જેનાથી તેમને ખબર પડી જશે કે તેમને સ્ટેટસમાં ટેગ કરવામાં આવ્યા છે. તેનું નોટિફિકેશન એ યુઝર્સને પણ મળશે જેને રિસ્ટ્રિક્ટ કરવામાં આવશે. આ ફીચર આવવાથી અલગથી ગ્રુપના મેમ્બરને ટેગ કરવાની જરૂર નહીં પડશે.

આ ફીચર હેઠળ વોટ્સએપ ગ્રુપના મેમ્બર પણ મેન્શન સ્ટેટસને પોતાના કોન્ટેક્ટ સાથે શેર કરી શકશે. તેનાથી યૂઝરને પોતાના વિચારો શેર કરવાની પૂરી આઝાદી મળશે. આ સુવિધા યુઝર્સને ખૂબ કામ આવશે. તેનાથી સ્ટેટસ વધુમાં વધુ યુઝર્સ સુધી પહોંચશે.

જેમ કે અમે તમને જણાવ્યું વોટ્સએપનું ગ્રુપ ચેટ મેન્શન ફીચર હાલમાં ટેસ્ટિંગ ઝોનમાં છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આ ફીચરને જાન્યુઆરી 2025ના મધ્ય સુધીમાં રોલઆઉટ કરવામાં આવી શકે છે. હાલમાં વોટ્સએપ દ્વારા ફીચરના લોન્ચિંગ સાથે સબંધિત કોઈ માહિતી આપવામાં નથી આવી.

Leave a comment

Trending