જી. કે. જન. અદાણી હોસ્પિ.ના મનોચિકિત્સક અને મેડિસિનના તબીબોએ સમજાવ્યું ધ્યાનનું મહત્વ

સ્વાસ્થ્ય ક્ષેત્રે ભારત લગાતાર આગળ વધે છે. વર્તમાન સમય સંકલિત મેડિસિનનો છે. જેને મોડર્ન મેડિસિન સાથે સાંકળવામાં આવી રહ્યું છે. વિશ્વની અને દેશની આરોગ્ય સંસ્થાઓ પણ આ બાબત સાથે સહમત છે. ધ્યાન અને મેડીટેશનનનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. દર્દીના ઈલાજમાં પણ ધ્યાન મદદરૂપ થાય છે, એમ જી. કે. જનરલ અદાણી હોસ્પિટલના તબીબો જણાવ્યું  હતું. 

હોસ્પિટલના મેડિસિન વિભાગના એસો. પ્રોફે. ડો. યેશા ચૌહાણે કહ્યું કે, મેડીટેશન ડે અર્થાત “વિશ્વ ધ્યાન ડે” ૨૧મી ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. મેડિકલ સાયન્સના અનેક સંશોધનોમાં જણાવ્યું છે કે, ધ્યાનના નિયમિત અભ્યાસથી શરીરને અનેક રીતે લાભ થાય છે, જેનાથી સકારાત્મક મનોદશા અને દ્રષ્ટિકોણ સાથે તન, મન અને આત્માનું અનુશાસન સ્થાપિત થાય છે.

તેમણે ધ્યાનના ફાયદા અંગે કહ્યું કે, ધ્યાનથી ઊંઘની ગુણવત્તા સુધરે છે. ધ્યાન લાગણીનું નિયમન નિયમન કરી તબીબી સંભાળ સાથે ક્રોનિક શારીરિક દુખાવાની સારવારમાં પણ ધ્યાન મદદરૂપ બને છે. ચિંતા ઘટાડવામાં તેમજ હાઈ બી.પી.ને કંટોલ કરવા  અને ખાસ તો સ્વને સારી રીતે સમજવામાં પણ ધ્યાન અત્યંત મદદરૂપ થાય છે.

જી.કે.ના મનોચિકિત્સા વિભાગના ડો. રિધ્ધિ ઠક્કરના જણાવ્યા મુજબ ધ્યાનથી તણાવ ઓછો થાય છે. યાદશક્તિમાં સુધારો થાય છે. એકાગ્રતા વધે છે અને જરૂરી માનસિક શિસ્તનો પણ ધ્યાન કરવાથી વિકાસ થાય છે.

ધ્યાન  અંગે મનો ચિકિત્સક  ડો. બંસિતા પટેલે  કહ્યું કે, એક જ સમયે નિયમિત ધ્યાન કરવાથી ફાયદો થાય છે. ધ્યાનમાં શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી શરીર અને મનનું નિમમન કરી શકાય છે. તબીબોના જણાવ્યા મુજબ ધ્યાનનો નિયમીત અભ્યાસ કરવાથી કેટલાક ગંભીર અને ભારે બીમારીને આગળ વધતી અટકાવી શકાય છે. પ્રત્યેક ઉમરના લોકોએ ધ્યાનને જીવનશૈલી બનાવી જરૂરી છે. જે પ્રકારે દુનિયામાં માનસિક બીમારી વધી રહી છે, તેને ધ્યાનથી દૂર કરી શકાય એમ છે કારણ કે, માનસિક સ્વાસ્થ્યનો સીધો સંબંધ શારીરિક આરોગ્ય સાથે છે, તેથી  મેડીટેશનનો અભ્યાસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ વિશ્વ ધ્યાન ડે   ૨૦૨૪ નિમિતે “આંતરિક શાંતિથી વૈશ્વિક સદ્ભાવ” થીમ આપી ધ્યાનને ગ્લોબલ સ્વરૂપ આપ્યું છે.

Leave a comment

Trending