અમદાવાદની ખ્યાતી હોસ્પિટલ કાંડ બાદ સરકારન સૂચનાનાં પગલે સમગ્ર રાજ્યમાં બોગસ તબીબો પર પોલીસે તવાઇ ઉતારી છે, ત્યારે હળવદ, ટંકારા અને ગોંડલમાં એક જ દિવસમાં સાત ઊંટવૈદો ઝડપાઇ જતાં ચકચાર મચી છે, જેમના મંજૂરી – લાયસન્સ વગરનાં દવાખાના – ક્લિનિકોને બંધ કરાવી દેવાયા હતા.
સૌથી વધુ હળવદ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં કોઇપણ જાતની તબીબી ડિગ્રી વગર દવાખાના અને કિલનિક ખોલીને લોકોનાં નિદાન – સારવાર કરવા લાગેલા પાંચ બોગસ ડોક્ટરો ઝડપાયા હતા. જેમાં લીલાપુર ગામે દવાખાનું ચલાવતા સંદીપ મનુભાઈ પટેલ (રહે. રૃક્ષ્મણી પાર્ક સોસાયટી, સરા રોડ, હળવદ), સુંદરી ભવાની ખાતે દવાખાનું ચલાવતા વાસુદેવ કાંતિભાઈ પટેલ (રહે. સુંદરીભવાની તાલુકો હળવદ, મુળ બેચરાજી જીલ્લો મહેસાણા), રમણપુર ખાતે દવાખાનુ ચલાવતા પરિમલ ધિરેનભાઈ બાલા (રહે. રણમલપુર તાલુકો હળવદ મુળ અશોકનગર તાલુકો બીલાસપુર જિલ્લો રામપુર, યુપી), રાયસગપુર ગામે દવાખાનું ચલાવતા પંચનાન ખુદીરામ ધરમી રેહ.રાયસંગપુર તાલુકો હળવદ મુળ (રહે. ગુપ્તા કોલોની, જિલ્લો પીલીભિતી, યુપી), ઢવાણા ગામે દવાખાનુ ચલાવતા અનુજ ખુદીરામ ધરામી (રહે. ઢવાણા,તા. હળવદ મુળ ગુપ્તા કોલોની ,જી પીલીભીતી, યુપી) આરોપી કોઈપણ ડીગ્રી વગર દર્દીઓની જિંદગી જોખમાય તેવી રીતે બીમાર દર્દીની સારવાર કરતા ઝડપાયા હતા. પોલીસે નકલી ડોક્ટરને ઝડપી લઈને એલોપેથી દવાનો જથ્થો કિંમત રૃા.૫૧,૫૬૭નો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે ટંકારા પોલીસે બાતમીને આધારે બંગાવડી ગામે ડો. જે.કે. ભીમાણીના ભાડાના મકાનમાં રેડ કરી હતી. જ્યાં આરોપી એલોપેથી દવા આપવાની કોઈ ડીગ્રીના હોવા છતાં મેડીકલ પ્રેક્ટીસ કરી ભોળી જનતાને છેતરી એલોપેથી દવાઓ આપતો હતો. પોલીસે રેડ દરમિયાન એલોપેથી દવાઓ અને ઇન્જેક્શન સહિત કુલ રૃા. ૧,૩૬,૪૮૩નો મુદામાલ જપ્ત કરી આરોપી જયકિશન કાંતિભાઈ ભીમાણી (ઉ.વ.૩૨, રહે. ટંકારા ઇન્દ્રપ્રસ્થ)ને ઝડપી લઈને ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
આ ઉપરાંત ગોંડલમાં મોવિયા રોડ પર બરકાતીનગરમાં હુઝૈફા હુશેન દોઢીયા (ઉ.વ-૨૧) પ્રાયમરી હેલ્થ કેર સેન્ટર નામનું દવાખાનુ કોઇપણ ડોક્ટરી સર્ટી વગર ચલાવતો હોવાથી પકડી પાડી ગોંડલ એ. ડિવિઝન પોલીસ મથક ખાતે ગુનો નોંધી દવાખાનામાંથી મળેલ ઇન્જેક્શન તથા સીરીજ તથા નાના-મોટા ગ્લુકોઝના બાટલાઓ તેમજ જુદા-જુદા રોગોની એન્ટીબાયોટીક દવાઓ મળી કુલ રૃા.૧૪૮૫૪નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.






Leave a comment