નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ અનુસાર ભારતમાં આત્મહત્યાની ઘટનામાં દર વર્ષે 2 ટકાનો ચિંતાજનક વધારો થાય છે. તેમાં પણ વિદ્યાર્થીઓનાં આપઘાતની ઘટનાઓમાં વાર્ષિક 4 ટકાનો વધારો થઈ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને રાજકોટના યુવા પ્રોફેસર ડૉ. હિરેન મેહતા વ્યક્તિના ઇમોશન્સને પારખી તેને આત્મહત્યા કરતા રોકતી ડિવાઈસનું નિર્માણ કરી રહ્યા છે. આ ડિવાઇસ ગૃહિણીઓ, વિદ્યાર્થીઓ અને જેલના કેદીઓને ધ્યાનમાં રાખી તૈયાર કરવામા આવશે. વ્યક્તિ ખુશ છે કે દુઃખી તે પારખતી ડિવાઇસ માટેની પેટન્ટ ભારત સરકારની પેટન્ટ ઓફિસમાં રજીસ્ટર કરાવવામાં આવી છે. જેથી આ યુવા પ્રોફેસરને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડૉ. કમલસિંહ ડોડિયાએ બિરદાવ્યા હતા.
રાજકોટમાં રહેતા યુવા પ્રોફેસર હિરેન મેહતાએ એક એવી ડિવાઈસની ડિઝાઈન બનાવી છે કે જેની મદદથી એ જાણી શકાશે કે જે તે વ્યક્તિ ખુશ છે કે દુ:ખી છે. આ ડિવાઈસની પેટન્ટ બનાવવા પાછળનો ઉદેશ્ય એ છે કે આપણે સામેવાળી વ્યક્તિના ઈમોશન્સને જાણી શકીએ. હાલના સમયમાં આત્મહત્યા અને ડિપ્રેશનના બનાવો વધી રહ્યાં છે અને આ કેસો મોટાભાગે વિદ્યાર્થીઓમાં વધારે જોવા મળી રહ્યાં છે. તેવામાં આ ડિવાઈસની મદદથી આપણે સામેવાળા વ્યક્તિના ઈમોશન્સને જાણી શકીશું.
જોકે હાલ પ્રોફેસર હિરેન મહેતા દ્વારા તૈયાર કરવામાં આવેલા ડિવાઇસ પેટન્ટને મંજૂરી મળી છે. આગામી 7થી 8 મહિનામાં આ ડિવાઇસ તૈયાર થઈ જશે. પ્રોફેસર હિરેન મેહતા છેલ્લા 7-8 મહિનાથી આ ડિવાઈસ પર કામ કરી રહ્યાં હતા. ત્યારે હવે આગામી થોડા સમયમાં આ ડિવાઈઝ બની જશે. AI ડિવાઈઝની પેટન્ટ બનાવનાર રાજકોટના હિરેન મેહતાએ કહ્યું કે તાજેતરમાં જ AI પાવર સપોર્ટર આસિસ્ટન્ટ પેટન્ટ રજિસ્ટર કરાવવામાં આવી છે. આ પેટન્ટમાં મુખ્ય વસ્તુઓ એ છે કે વ્યક્તિ ગુસ્સામાં છે કે ખુશ છે તે જાણી શકાશે.
આપણે સૌ જાણીએ છીએ કે, જ્યારથી મોબાલઈનો ઉપયોગ વધ્યો છે ત્યારથી દરેક લોકોમાં ગુસ્સાનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે ત્યારે કોઈપણ વ્યક્તિ ખુશ કે ગુસ્સામાં છે તે જાણવા માટે આ ડિવાઈસ બનાવવામાં આવી છે. પ્રોફેસર હિરેન મેહતાના કહેવા પ્રમાણે આ ડિવાઇસ 3 લોકો માટે ખાસ ઉપયોગી બની રહેશે. ડિવાઈસ ગૃહિણીઓ, વિદ્યાર્થીઓ અને જેલમાં રહેતા કેદીઓ માટે ખાસ ઉપયોગી થશે. AI પાવર ડિવાઈસથી વ્યક્તિના ઈમોશન્સ વિશે જાણી શકાશે. કોઈપણ વ્યક્તિમાં ગુસ્સો કે ખુશી અંગે માહિતી આ ડિવાઈસની મદદથી જાણી શકાશે.
હાલમાં આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યાં છે ત્યારે આ ડિવાઈસની મદદથી જે તે વ્યક્તિના અવાજ અને ફેસ રિડિંગ પરથી જાણી વ્યક્તિ દુખમાં છે કે સુખમાં તે ખ્યાલ આવી જશે. છેલ્લા થોડા વર્ષથી વિદ્યાર્થીઓમાં અને જોબ કરતા લોકોમાં ડિપ્રેશનનું પ્રમાણ વધ્યું છે. આપણી સાથે ઘણી વખત એવું થાય છે કે જે તે વ્યક્તિ હજુ તો આપણી સાથે વાત કરતો હોય અથવા તો આપણી સાથે હોય અને બીજા દિવસે તેને આત્મહત્યા કરી લીધી હોવાના સમાચાર સાંભળવા મળે. એવામાં આ ડિવાઈસ ખુબ કામ લાગશે.






Leave a comment