નલિયામાં 7.5 ડિગ્રી સાથે પખવાડિયાથી લઘુતમ પારો સિંગલ ડિઝીટમાં

સરહદી કચ્છ પંથકમાં સતત બે દિવસ ભેજ અને શિત લહેરોના મિશ્રણથી ધૂમમસભર્યું વાતવરણ રહેવા પામ્યું હતું. દરમિયાન આ વચ્ચે ઠંડીનું જોર એકજ ગતિમાં વર્તાઈ રહેવા પામ્યું છે. આજે 7.5 ડીગ્રી સાથે નલિયાનું લઘુતમ તાપમાન સતત 15માં દિવસે પણ એકલ આંકમાં નોંધાવા પામ્યું છે. જ્યારે જિલ્લા મથક ભુજમાં ન્યૂનતમ પારો ફરી 10.6 ડીગ્રીએ અંકિત થયો હતો. હવામાનમાં ફેરફાર વચ્ચે પણ ઠંડીની પકડ યથાવત રહેતા કચ્છવસીઓએ એકધારી શિયાળાની અનુભૂતિ કરી રહ્યા છે.

દરમિયાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાન પર સર્જાયેલ સર્ક્યુલેશન ની અસર તળે કચ્છ સહિત રાજ્યમાં 26 તારીખથી વાતાવરણમાં પલટો આવશે. તારીખ 29મી સુધી કમોસમી વરસાદની સંભાવના દેખાડવામાં આવી છે, તેમાં 26 અને 27 તારીખના પ્રતિ કલાક 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અલબત્ત માવઠાના અંદેસાથી માલધારી અને ખેડૂતવર્ગ ચિંતિત બન્યા છે.

Leave a comment

Trending