ઠંડીની ઋતુ માટે એવી સામાન્ય ધારણા બંધાઈ ગઈ હોય છે કે, આ સમયે વજન ઓછું થાય નહીં અને કેટલીક આરોગ્ય સમસ્યા તો રહેવાની જ, પરંતુ વાસ્તવિકતા જુદી હોય છે. માનવીનું શરીર ઠંડીમાં તો ખરેખર અનુકૂળ હોય છે. તેમાંય જો ઘર બહારનાં તાપમાન સાથે શરીરને અનુકૂળ બનાવાય તો શરીર રચનાત્મક પ્રતિસાદ આપે છે.
જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના જુદા જુદા વિભાગના તબીબોએ આપેલી વિગતો મુજબ જો ઠંડી વધુ હોય તો શરીરમાં એટલી જ ગરમી ઉત્પન્ન કરવી જોઈએ, જેથી હૃદય સક્રિય થાય છે તેથી હૃદયને સ્વસ્થ રાખવા હૃદય સંબંધિત વ્યાયામની આદત પાડવી જોઈએ.
તબીબોના જણાવ્યા મુજબ ક્યારેય ઠંડીની ઋતુમાં એકાએક કસરત શરૂ ન કરવી જોઈએ, તેમાંય જેમનું વજન નિર્ધારિત માત્રા કરતાં વધુ છે અને પહેલેથી જ અશ્વસ્થ છે. તેવામાં લોકો જો અચાનક દોડવાનું શરૂ કરે તો હૃદયની કાર્યપ્રણાલીને અસર થાય છે. હૃદય સહિત શરીરના અંગ ઉપાંગ સક્રિય નથી હોતા એટલે કસરત કરવાથી પહેલા બોડીના દરેક ભાગને વોર્મ અપ આપવું (સક્રિય કરવું) જરૂરી છે.
શરીર વોર્મ અપ માટે તૈયાર છે કે કેમ અથવા તો દોડવા માટે તેમજ ફિટનેસ છે કે કેમ એ કેવી રીતે ક્યાસ નીકળે એ અંગે તબીબોનું કહેવું છે કે, ફિટનેસ માટે કેટલાક માપદંડ હોય છે, દાખલા તરીકે સીડીના પગથિયા ચડવા એ પ્રથમ માપદંડ છે. સીડી ઉપરાંત વ્યાયામ કરતાં પહેલાં સ્કૂલમાં કરાતી પી.ટી. જેવી હળવી કસરત કરી શકાય. જેમકે સાવધાન વિશ્રામ, જમ્પિંગ ને હાથ પગ ઉપર નીચે કરી શરીરને વોર્મ અપ આપી શકાય.
જોકે સીડી ચડ ઉતર કરતી વખતે જો વધુ હાંફ ચડે તો નિષ્ણાત અથવા તો તબીબ પાસે તપાસ કરાવીને જ કસરત કરવી.
આ ઉપરાંત ઠંડીમાં દિવસ ટૂંકો અને રાત મોટી હોય છે.સાથે સાથે દિવસ દરમિયાન સૂર્ય તાપ ઓછો હોય છે. પરિણામે શરીર અને બાહ્ય વાતાવરણ સાથે તાલમેલ બેસાડી શકતો નથી. તેવી સ્થિતિમાં વધુને વધુ કુણો તડકો લેવાય અને તાપ લેતી વખતે એ પણ જાતે જ સુનિશ્ચિત કરવું જોઈએ કે વિટામિન ડી મળે છે.






Leave a comment