કચ્છમાં શિત લહેર યથાવત્

કચ્છમાં ઠંડીના લઘુતમ પારામાં સામાન્ય વધઘટ નોંધાઈ છે તેમ સવાર સાંજ પડતી ભારે ઠંડીમાં કચ્છવાસીઓને ખાસ રાહત મળી શકી નથી. જિલ્લા મથક ભુજથી લઈ પશ્ચિમ કચ્છના સરહદી નલિયા સુધી શીત લહેર છવાયેલી રહી છે. ભુજ શહેરનું ન્યૂનતમ તાપમાન આજે એક ડીગ્રી ઘટાડા સાથે 10.8 રહ્યું હતું. જેને લઇ વહેલી સવારે તીવ્ર ઠંડીનો અનુભવ થયો હતો, જ્યારે સીત મથક નલિયામાં ઠલઘુતમ તાપમાન 6.5 ડિગ્રી નોંધાવા સાથે વધુ એક વખત રાજ્યમાં તે ઠંડુ મથક બની રહ્યુ છે. ડિસેમ્બર માસ દરમિયાન આ વખતે અતિશય ઠંડી યથાવત્ રહેતા લોકોને સતત શીતળતાનો સામનો કરવો પડ્યો છે.

વિશાળ કચ્છ જિલ્લામાં લોક વસ્તી કરતા માનવ વસ્તી વધુ છે ત્યાં વહીવટી સરળતા માટે બે વિભાગમાં કામગીરી કરાય છે, તેમ આ વખતે કુદરતી રીતે પૂર્વ અને પશ્વિમ વિભાગમાં ઠંડીએ પણ જાણે બે વિભાગ પાડ્યા હોય તેમ લાગી રહ્યું છે. પશ્વિમ કચ્છ સતત ઠંડીનો સામનો કરી રહ્યું છે તો પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં ઠંડીથી લોકોને દિવસ દરમિયાન આંશિક રાહત મળી રહી છે. કચ્છના વડા મથક ભુજ શહેરમાં ડિસેમ્બર ના પ્રારંભ સાથે શરૂ થયેલી ઠંડી ઘટવાનું નામ લઈ રહી નથી. લોકો સાથે અબોલ પશુઓ પણ તિવ્ર ઠંડીનો માર સહન કરી રહ્યા છે. આજે પણ ભુજનું લઘુતમ તાપમાન 10.8 ડીગ્રી નોંધાવા પામ્યું હતું.

Leave a comment

Trending