કેન્દ્ર સરકાર વિદેશી લેપટોપ પર પ્રતિબંધ લગાવવાના નિર્ણય લેવામાં ફરી પાછીપાની કરી છે. કેન્દ્ર સરકાર પાસે વિદેશથી આયાત થનારા લેપટોપ પર પ્રતિબંધ મૂકવાનો કે પછી આયાતના જથ્થાનો ઘટાડી દેવાની કોઈ યોજના નથી. સરકારનું માનવું છે કે, દેશમાં સ્માર્ટફોનની જેમ લેપટોપના પ્રોડક્શનમાં ધીમે ધીમે તેજી આવશે અને સ્માર્ટફોનની જેમ વિદેશી લેપટોપની ડિમાન્ડ આપોઆપ ઘટી જશે. એક સમય એવો હતો કે, સ્માર્ટફોનની ડિમાન્ડ વધી હતી, પરંતુ સરકારે તેના પર કોઈપણ પ્રકારનો આયાત પ્રતિબંધ લગાવ્યો નહતો અને સ્થાનિક પ્રોડક્શન વધાર્યું હતું, ત્યારબાદ સ્માર્ટફોનની આયાતમાં ધરખમ ઘટાડો થયો.
IT અને ઈલેક્ટ્રોનિક્સ સેક્રેટરી એસ.કૃષ્ણને કહ્યું કે, HP અને ડેલ જેવી કંપનીઓ આગામી નાણાકીય વર્ષમાં સ્થાનિક ઉત્પાદન વધારશે. આ ઉપરાંત દેશમાં કમ્પોનન્ટ બનાવવાના કામ પણ ઝડપી થશે. સરકાર દેશમાં સેમિકન્ડક્ટર સેક્ટરમાં વધુને વધુ કંપનીઓ રોકાણ કરે તેવી યોજના બનાવી રહી છે, જેથી સેમિકન્ડક્ટર ઉત્પાદકોને પ્રોત્સાહિત કરી શકાય. સરકાર માને છે કે, સેમિકન્ડક્ટર સેક્ટર માટે 10 અબજ ડૉલર નાનું બજેટ છે અને આ બજેટના કારણે જાપાન, અમેરિકા, યુરોપ અને ચીન જેવા દેશો સાથે સ્પર્ધા કરવી પણ મુશ્કેલ છે.
તેમણે કહ્યું કે, ભારતે અન્ય દેશો સાથે સ્પર્ધા કરવી મુશ્કેલ છે, કારણ કે આ દેશો પાસે પહેલાથી જ સેમિકન્ડક્ટર ઉદ્યોગ ધમધમી રહ્યઓ છે, જ્યારે ભારતે હાલ ઓપરેશન સેટઅપ કરવાનો છે. દેશમાં લેપટોપનું ઉત્પાદન નવા નાણાકીય વર્ષથી શરૂ થવાની આશા છે. એચપી અને ડેલે 17,000 કરોડ રૂપિયાની પ્રોડક્શન-લિંક્ડ ઇનિશિયેટિવ સ્કીમ હેઠળ ઉત્પાદન વધારવાની જાહેરાત કરી છે, જેની જાહેરાત 2023માં કરવામાં આવી હતી.






Leave a comment