અદાણી સંચાલિત GAIMS જી.કે.જન. હોસ્પિ.ના દંત ચિકિત્સકોએ શિયાળો અને દાંતના દર્દનો સમજાવ્યો સબંધ

શિયાળામાં ઠંડી વધવાની સાથે દાંતનો દુખાવો વધુ જોવા મળે છે,એટલુંજ નહીં તાપમાનમાં આવતા અચાનક ફેરફારને કારણે નબળા પડી ગયેલા કે ઘસાઈ ગયેલા દાંતમાં વધુ દુખાવો થાય છે.વધુમાં તૂટેલા દાંતમાં અંદર રસોળી પણ થઈ શકે છે.

   અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલના દંત ચિકિત્સકના જણાવ્યા અનુસાર,આ ઋતુમાં બેક્ટેરિયા અને વાયરસના આક્રમણને કારણે પણ દાંત સંવેદનશીલ બનતા ઝણઝણાટી  આવે છે, તેમાંય શરદી,ઉધરસ,કફ હોય તો દુઃખાવાની માત્રા વધી જાય છે.

   જી.કે.ના ડેન્ટિસ્ટ ડો.નિયંતા ભાદરકાના જણાવ્યા મુજબ,શિયાળામાં વિટામિન ડી,કેલ્શિયમ વિગેરેની ઉણપને કારણે રોગપ્રતિકારક શક્તિ ઓછી થવાની સીધી અસર દાંત ઉપર પડે છે જેથી મુખનું આરોગ્ય નબળું પડે છે.

  શિયાળામાં દાંતનું અન્ય ઋતુ કરતા વિશેષ ધ્યાન રાખવું પડે છે એમ જણાવી ડેન્ટિસ્ટ ડો.નિશા મોરડિયા અને ડો. નિશત ખત્રીએ કહ્યું કે,આ ઋતુમાં વધુ પાણી પીવું જરૂરી બને છે.દાંતના આરોગ્ય મુજબ ખોરાક લેવો જોઈએ,બની શકે તો ખાંડની ચીજ વસ્તુઓ લેવી નહીં અથવા તો  ઓછી ખાવી.ખૂબ ઠંડુ કે ગરમ ખાવું નહીં.દાંત માટે સોફ્ટ બ્રશ વાપરવો.તબીબોએ સૂચવેલા માઉથવોશનો ઉપયોગ કરવો અને દાંતની નિયમિત તપાસ કરાવવી.

  લોકો સામાન્ય રીતે દાંત તરફ ઓછું ધ્યાન આપે છે.વધુ દુખાવો થાય તો જ સારવાર લે છે.ત્યારે ચેપ લાગી ચૂક્યો હોય છે.ખાસ કરીને ઠંડીમાં ચેપથી બચવા નિયમિત કોગળા કે બ્રશ કરવો આવશ્યક જેથી બે દાંત વચ્ચેની સફાઈ થાય ને પેઢામાં રહેલા અનાજના કણ કે ગંદગી દૂર થાય પરિણામે દાંતમાં જીવાત, પેઢામાં સોજો ન થાય જેથી ચેપ લાગવાનો ભય ઓછો થાય છે.

  આ ઉપરાંત દાંતની સુરક્ષા માટે કેટલીક બાબતોમાં સજાગતા કેળવવાથી પણ ચેપ કે દુખાવો થવાની સંભાવના ઓછી થાય છે, જેમકે દાંત અને પેઢામાં લોહી નીકળે તેમજ દાંત ઉપર ભૂરા કે કાળા રંગના ધબ્બા આવે તો તે કેવીટીના લક્ષણો છે. પરિણામે દાંતનો સડો શરૂ થાય છે. માટે વહેલી તકે ડેન્ટિસ્ટનો સંપર્ક કરી દાંતનું આરોગ્ય જાણી લેવું જોઈએ.પરંતુ સ્વીટ,કેન્ડી,ચોકલેટ, ચ્યુંગમ,વધુ ચા,તમાકુ કે સ્મોકિંગથી દૂર રહેવાય તો પણ ફાયદો થાય છે.

Leave a comment

Trending