લખપત તાલુકાના દયાપર સ્થિત બી.આર.સી. ભવન ખાતે શાળાની વિદ્યાર્થીનીઓમાં માસિક ધર્મ અંગે જાગૃતિ ફેલાવવા માટે શિક્ષકો માટે એક દિવસીય MHM (મેન્સ્ટ્રુઅલ હાઈજીન મેનેજમેન્ટ) તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા જેન્ડર કો-ઓર્ડિનેટર જશ્મિકાબેન મોદીએ જણાવ્યું કે માસિક ધર્મને કારણે શાળાની દીકરીઓ સંકોચ અને મુશ્કેલીનો સામનો કરે છે. આ સમયે વાલીઓ પણ મૂંઝવણ અનુભવે છે અને શાળામાં વિદ્યાર્થીનીઓની હાજરી ઘટે છે, જે ડ્રોપઆઉટ રેટ વધારવામાં ભાગ ભજવે છે.
કાર્યક્રમમાં BRC કો-ઓર્ડિનેટર જે.ડી. મહેશ્વરી અને ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હર્ષદભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા. તજજ્ઞ તરીકે મોહિનીબેન, જીગર સુથાર અને પિંકેષ પટેલે સેવા આપી હતી. તાલીમમાં લખપત તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાના શિક્ષકોએ ભાગ લીધો હતો અને આયોજનની વ્યવસ્થા BRC સ્ટાફે સંભાળી હતી.






Leave a comment