કચ્છના છેવાડાના વિસ્તારોમાં પશુપાલકોની હિજરત અટકાવવા ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌ સેવા સમિતિ દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. સમિતિ દ્વારા દર વર્ષે કચ્છના દૂરના વિસ્તારોના પશુપાલકોને વિનામૂલ્યે ઘાસચારો પૂરો પાડવામાં આવે છે.
લખપત તાલુકાના કૈયારી ગામના રબારી સમાજના પશુપાલકોના 1800 ગૌધન માટે માંડવી તાલુકાના ગઢશીશાના અંબેધામના સાધ્વીજી ચંદુમાઁ તરફથી 13 હજાર કિલો લીલા ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પહેલથી પશુપાલકોને ઘાસચારો ખરીદવાની મુશ્કેલીમાંથી રાહત મળી છે અને તેમની કુદરતી ચારિયાણ માટેની હિજરત અટકાવવામાં મદદ મળી છે.
ગૌ સેવા સમિતિના અધ્યક્ષ સચીનભાઈ ગણાત્રા, અલ્પેશભાઈ સોમૈયા, જયેશભાઈ ઠક્કર, કિરણભાઈ ઠક્કર, કાનાભાઈ આહિર, લખપત દયાપરના મુખ્ય વેપારી દીપકભાઈ રેલોન અને મિડિયા કન્વીનર પંકજકુમાર વ્યાસની ટીમ દ્વારા માલધારીઓની સ્થિતિનું સ્થળ પર જઈને નિરીક્ષણ કરવામાં આવે છે અને તેમને જરૂરી મદદ પૂરી પાડવામાં આવે છે. આ સેવાકીય પ્રવૃત્તિ દર વર્ષે નિયમિત રીતે ચાલુ રહે છે, જેનાથી પશુપાલકોને મોટી રાહત મળે છે.






Leave a comment