અદાણી સંચાલિત જી.કે.જન. હોસ્પિટલમાં કેન્સર માટે ઓન્કો સર્જનની નિમણુંક

અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલમાં વર્તમાન સંજોગોમાં જેની ખાસ આવશ્યક્તા છે, એવા ઓન્કો સર્જનની નિમણુંક કરાતા આ સૌથી મોટા જિલ્લાના કેન્સરના દર્દીઓ માટે આ નિમણુંક આશીર્વાદ સમાન પુરવાર થશે.

ભુજના જ ડો.હેત યોગેશ સોનીએ જી.કે. માં સેવા આપવાનું શરૂ કરતાં આ દર્દ અને બીમારીથી પીડિતોને ઘર આંગણે જ અન્નનળી, પેટ, આંતરડા, સ્વાદુપિંડ(ગોલ બ્લેડર), કિડની, ગર્ભાશય, પેશાબ અને પેનિસ સંબંધી તમામ કેન્સરના ઓપરેશન અત્રે શક્ય બનશે જે જી.કે.માટે મહત્વનું સોપાન બની રહેશે. આ તમામ શસ્ત્રક્રિયા લેપ્રોસ્કોપી યાને દુરબિનથી  કરાશે.

કેન્સર માટે તપાસ પણ એટલીજ અગત્યની હોવાથી ચેકીંગ પ્રક્રિયા પણ આધુનિક રીતે હાથ ધરાશે, જેમકે શ્વાસનળી માટે બ્રોંકોસ્કોપી, પેશાબની નળીની ઝાંચ માટે સિસ્ટોસ્કોપી, આંતરડા માટે કોલોનોસ્કોપી અને એન્ડોસ્કોપી કરાશે.

ડો.હેત સોનીએ જનરલ સર્જરીમાં સુપર સ્પેસિયાલીસ્ટ ઓન એન્કો સર્જરી, સ્ત્રીરોગ, યુરો અને સોફ્ટ ટિસ્યુ વિગેરે ક્ષેત્રે ગૌહાટી ખાતે સ્ટેટ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ કોલેજમાં ૨ વર્ષ માટે ફેલોશિપ કરી છે.

તેઓ મંગળ અને શુક્રવારે ઓપીડી જન.સર્જરીમાં મળશે.

Leave a comment

Trending