સેન્સેક્સ આજે એટલે કે 16 જાન્યુઆરીએ 318 પોઈન્ટના વધારા સાથે 77,042ની સપાટીએ બંધ થયો હતો. નિફ્ટી પણ 98 પોઈન્ટ વધીને 23,311ના સ્તરે બંધ થયો હતો. તેમજ, BSE સ્મોલ કેપ 735 પોઈન્ટના વધારા સાથે 52,308ના સ્તરે બંધ થયો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 20માં તેજી અને 10 ઘટ્યા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 33માં તેજી અને 17માં ઘટાડો રહ્યો હતો. જ્યારે એક શેર કોઈ ફેરફાર વગર બંધ રહ્યો હતો. NSE સેક્ટોરલ ઈન્ડેક્સમાં PSU બેન્કિંગ સેક્ટર સૌથી વધુ 2.55%ના વધારા સાથે બંધ થયું.
આ દરમિયાન અમેરિકાના એક સમાચારની અસર ખાસ કરીને અબજોપતિ ગૌતમ અદાણીની કંપનીઓના શેર પર જોવા મળી છે. હા, અહીં યુએસ શોર્ટ સેલર હિંડનબર્ગનું શટર ડાઉન થયાની જાહેર કરવામાં આવી હતી, જ્યારે બીજી બાજુ અદાણી સ્ટોક્સ રોકેટ બનીને ધમાલ મચાવતા જોવા મળ્યા હતા.
અદાણી ગ્રીન એનર્જીનો શેર આજે 4%થી વધુની તેજી રહી. હિન્ડેનબર્ગ રિસર્ચ રિપોર્ટ્સને કારણે ભારતની અદાણી ગ્રૂપ અને ઈકાન એન્ટરપ્રાઇઝિસ સહિત અનેક કંપનીઓને અબજો ડોલરનું નુકશાન થયું હતું.
એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કેઈ 0.50%ની તેજી છે. કોરિયાના કોસ્પીમાં 1.15% અને ચીનના શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સમાં 0.21%ની તેજી જોવા મળી રહી છે.
સ્ટેલિયન ઈન્ડિયા ફ્લોરોકેમિકલ્સ લિમીટેડનો IPO આજથી ખુલશે. રોકાણકારો આ ઈસ્યુ માટે 20 જાન્યુઆરી સુધી બિડ કરી શકશે. કંપનીના શેર 23 જાન્યુઆરીએ લિસ્ટ થશે.
NSEના ડેટા અનુસાર, 15 જાન્યુઆરીએ વિદેશી રોકાણકારો (FII)એ રૂ. 4,533 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. આ દરમિયાન સ્થાનિક રોકાણકારો (DII) એ રૂ. 3,682 કરોડના શેર ખરીદ્યા હતા.
15 જાન્યુઆરીએ અમેરિકાનો ડાઓ જોન્સ 1.65%ના ઉછાળા સાથે 43,221 પર બંધ થયો હતો. S&P 500 ઇન્ડેક્સ 1.83% વધીને 5,949 પર બંધ થયો. જ્યારે નેસ્ડેક ઇન્ડેક્સ 2.45%ની તેજી રહી.
સ્ટેલિયન ઈન્ડિયા ફ્લોરોકેમિકલ્સ લિમીટેડનો IPO આજે એટલે કે 16 જાન્યુઆરીએ ખુલશે. રોકાણકારો આ ઈસ્યુ માટે 20 જાન્યુઆરી સુધી બિડ કરી શકશે. કંપનીના શેર 23 જાન્યુઆરીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે.
અગાઉ ગઈકાલે એટલે કે 15 જાન્યુઆરીએ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 224 પોઇન્ટના વધારા સાથે 76,724 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 37 પોઈન્ટ વધીને 23,213ના સ્તરે બંધ થયો હતો.






Leave a comment