અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલમાં હવેથી પ્લાસ્ટિક સર્જરી પણ કરાશે

અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલમાં હવેથી પ્લાસ્ટિક સર્જરી પણ હાથ ધરવામાં આવશે.  

હોસ્પિટલમાં પ્લાસ્ટિક અને રિકન્સ્ટ્રકશન સર્જરીના નિષ્ણાત તરીકે ડો.મહાલક્ષ્મી પિલ્લાઈની નિમણુંક કરવામાં આવી છે. ડો.મહાલક્ષ્મીએ પ્લાસ્ટિક અને રિકન્સ્ટ્રકશન સર્જરીનો અભ્યાસ એમ.બી.બી.એસ. બાદ એમ.એસ MCH (પ્લાસ્ટિક સર્જરી) એસ.એમ.એસ.મેડિકલ કોલેજ જયપુર ખાતે કર્યો છે.

પ્લાસ્ટિક સર્જરી સામાન્ય રીતે કોઈપણ ટ્રોમા જેમ કે અકસ્માત, ઇજા દુર્ઘટના તેમજ દાઝી જવાના કિસ્સામાં તેમજ બાળપણથી કોઈ ખોડ-ખાંપણ, સ્કિન કેન્સરના ઓપરેશન પછી અને ડાયાલિસિસ માટે ફિસ્ટોલા બનાવવાની શસ્ત્રક્રિયા પણ થાય છે. ઉપરાંત ખાસ કિસ્સામાં જરૂર પ્રમાણે માઇક્રો સર્જરી પણ કરાશે.

Leave a comment

Trending