કોલકાતા રેપ-મર્ડર કેસ, સંજય રોયને આજીવન કેદની સજા

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં 8-9 ઓગસ્ટની રાત્રે ટ્રેઇની ડૉક્ટર યુવતી પર રેપ અને હત્યાના દોષિત સંજય રોયને આજીવન કેદ (મૃત્યુ સુધી જેલ)ની સજા ફટકારવામાં આવી છે.

સિયાલદહ કોર્ટના જજ અનિર્બાન દાસે સોમવારે બપોરે 2.45 કલાકે સજા સંભળાવતા કહ્યું, ‘ આ રેયરેસ્ટ ઓફ રેર કેસ નથી. મૃત્યુદંડ આપી શકાય નહીં.

જસ્ટિસ દાસે પશ્ચિમ બંગાળ સરકારને પીડિત પરિવારને 17 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. જો કે, પરિવારે તેને સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.

બપોરે 12:30 વાગ્યે ચુકાદો આપતા પહેલા કોર્ટે દોષિત સંજય, સીબીઆઈ અને પીડિતાના પરિવારની વાતો સાંભળી હતી. સંજયને કહ્યું- તું કયા ગુનામાં દોષિત છે તે તને જણાવવામાં આવ્યું છે.

કોર્ટે 18 જાન્યુઆરીએ સંજયને દોષિત જાહેર કર્યો હતો. ઘટનાના 164મા દિવસે (20 જાન્યુઆરી) સજા અંગે 160 પાનાનો ચુકાદો આપવામાં આવ્યો હતો. સીબીઆઈ અને પીડિતાના પરિવારે ફાંસીની સજાની માંગ કરી હતી.

સંજયના પરિવારે કહ્યું- ભલે તેને ફાંસી આપવામાં આવે. અમે નિર્ણય સામે અપીલ નહીં કરીએ. સંજયની માતાએ કહ્યું કે હું તે છોકરીના માતા-પિતાનું દર્દ સમજું છું, મારી પણ દીકરીઓ છે.

દોષિત સંજયે કોર્ટમાં કહ્યું, ‘મેં ગુનો કર્યો નથી, ન તો બળાત્કાર કે ન હત્યા. મને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે. તમે બધું જોયું છે. હું નિર્દોષ છું. મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે મને ત્રાસ આપવામાં આવ્યો હતો. તેઓ જે ઈચ્છતા હતા તેના પર સહી કરાવી હતી.

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું- અમે મોતની સજાની માંગ કરીએ છીએ. સંજયની માતા અને બહેને કહ્યું છે કે તેઓ સજા સામે અપીલ કરશે નહીં, ભલે તેને ફાંસી આપવામાં આવે. માતાએ કહ્યું કે હું તે છોકરીનાં માતા-પિતાનું દર્દ સમજું છું, મારી પણ દીકરીઓ છે.

18 જાન્યુઆરીએ કોર્ટે સંજયને દોષિત જાહેર કર્યો હતો. ઘટનાના 162 દિવસ બાદ સેશન જજ અનિર્બાન દાસે આ ચુકાદો આપ્યો હતો. સજા અંગેનો નિર્ણય અનામત રાખવામાં આવ્યો હતો. સંજયની સજા માટે 160 પાનાનો નિર્ણય લખવામાં આવ્યો છે.

સંજયને સવારે 10.15 વાગ્યે જેલમાંથી કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. કોર્ટ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા માટે 2 ડેપ્યુટી કમિશનર, 5 આસિસ્ટન્ટ કમિશનર, 14 ઈન્સ્પેક્ટર, 31 સબ ઈન્સ્પેક્ટર, 39 આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, 299 કોન્સ્ટેબલ અને 80 મહિલા પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે.

સજાની જાહેરાત પહેલાં 19 જાન્યુઆરીએ, સંજયની માતા માલતીએ કહ્યું હતું – મારી ત્રણ પુત્રી છે, હું તેનું (પીડિતાનાં માતાપિતા) દુ:ખ સમજું છું. તેને કડક સજા મળવી જોઈએ. જો કોર્ટ કહે છે કે તેને ફાંસી આપો તો મને કોઈ વાંધો નથી. સંજયની મોટી બહેને 18 જાન્યુઆરીએ કહ્યું હતું કે તે ટ્રાયલ કોર્ટના નિર્ણયને કોઈપણ કોર્ટમાં પડકારશે નહીં.

Leave a comment

Trending