કચ્છ જિલ્લામાં ફુલગુલાબી ઠંડીનો માહોલ યથાવત રહ્યો છે. નલિયામાં લઘુતમ તાપમાન 9.8 ડિગ્રી નોંધાયું છે, જ્યારે મહત્તમ તાપમાન 26 ડિગ્રી રહ્યું છે. જિલ્લા મથક ભુજમાં લઘુતમ તાપમાન 13.4 ડિગ્રી અને મહત્તમ તાપમાન 27 ડિગ્રી નોંધાયું છે.
કંડલામાં લઘુતમ તાપમાન 16 ડિગ્રી અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહ્યું છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે મહત્વની આગાહી કરી છે, જેમાં તાપમાન વધુ બેથી ત્રણ ડિગ્રી નીચે જવાની શક્યતા વ્યક્ત કરી છે.
લાંબા સમય સુધી કડકડતી ઠંડી બાદ છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં થોડો વધારો નોંધાયો હતો, પરંતુ હાલમાં ફરી ઠંડીની અસર વધી રહી છે. ખાસ કરીને નલિયામાં સવારના સમયે તીવ્ર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આ પરિસ્થિતિને કારણે લોકો હજુ પણ ગરમ વસ્ત્રોનો ઉપયોગ કરી રહ્યા છે. છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ઠંડક યથાવત રહી છે.






Leave a comment