– આંખની કીકી પ્રત્યારોપણ તેમજ મોતિયાની ફેકો (લેસર) શસ્ત્રક્રિયા પણ કરશે
અદાણી સંચાલિત GAIMS જી. કે.જનરલ હોસ્પિટલના આંખ વિભાગમાં કોર્નિયા સુપર સ્પે. સર્જનની નિમણુંક કરવામાં આવી છે.
કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ(પ્રત્યારોપણ) સર્જરીના નિષ્ણાત સર્જનની નિમણુંક આપવામાં આવતા હોસ્પિટલમાં કોર્નિયા અર્થાત આંખની કીકીના પ્રત્યારોપણના જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદ સમાન પુરવાર થશે.
જી.કે.માં કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ સર્જન તરીકે ડો. હીર યોગેશભાઈ સોનીને નિમણુંક આપવામાં આવી છે. કીકી ટ્રાન્સપ્લાન્ટ ઉપરાંત કીકી સંબંધીત રોગ અંગે સારવાર તેમજ શસ્ત્રક્રિયા હાથ ધરશે.આ ઉપરાંત તેઓ મોતીયાની જુદા જુદા પ્રકારની સારવાર તેમજ ફેકો(લેસર) સૂક્ષ્મ ચિરો મૂકી સર્જરી પણ કરશે.
ડો. સોનીએ કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ સુપર સર્જન તરીકે આંધ્રપ્રદેશના ગુંતુર શંકર આઈ હોસ્પિટલમાં ૨ વર્ષ માટે ફેલોશિપ કરી આ ક્ષેત્રે અનુભવ મેળવ્યો છે.






Leave a comment