નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ-2025માં બે મકાનની માલિકી ધરાવતા લોકોને ગૂડ ન્યૂઝ આપી છે. તેમણે કહ્યું કે, કરદાતાઓ કોઈપણ શરત વિના બે કબજાવાળી મિલકતોના વાર્ષિક મૂલ્ય પર કોઈ ટેક્સ ભરવાનો રહેશે નહીં. હાલમાં આવા કરદાતાઓ અમુક શરતોને આધીન કબજાવાળી મિલકતો પર ઝીરો વાર્ષિક ટેક્સનો દાવો કરી શકે છે. કરદાતાઓને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આવી બે કબજાવાળી મિલકતોનો લાભ કોઈપણ શરતો વિના લંબાવવાનો પ્રસ્તાવ છે.
કેન્દ્ર સરકારે આવકવેરા કાયદાની કલમ 23ની પેટા કલમ બેમાં સંશોધન કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે, જેમાં રહેણાંક સંપત્તિના વાર્ષિક મૂલ્ય પર લાગતા ટેક્સ સંબંધીત છે. બજેટમાં કહેવાયું છે કે, કાયદાની પેટા કલમ (2)માં જોગવાઈ છે કે, જો મકાન માલિકી પોતાના ઘરનો ઉપયોગ રહેઠાણ માટે કરે અથવા રોજગાર, ધંધા કે વ્યવસાયના કારણે અન્ય સ્થળે મિલકત હોય, તેવા સંજોગોમાં આવા મકાનની મિલકતની વાર્ષિક કિંમત પર ઝીરો ટેક્સ હોવાનું માનવામાં આવે છે. બજેટમાં કહેવાયું છે કે, પેટા કલમ (4)માં જોગવાઈ છે કે, પેટા કલમ (2)ની જોગવાઈ માત્ર બે મકાન પર મલિકી ધરાવવાના સંબંધમાં લાગુ પડશે.
નાણામંત્રીએ બજેટમાં મકાનના ભાડા અંગે પણ મોટી જાહેરાત કરી છે. તેમણે વાર્ષિક ભાડા પર TDS કપાતની મર્યાદા 2.4 લાખથી વધારી છ લાખ રૂપિયાનો પ્રસ્તાવ રાખ્યો છે. તેમણે બજેટ ભાષણમાં કહ્યું કે, ‘હું TDS કપાતના દરો અને મર્યાદાઓને ઘટાડીને સ્ત્રોત પર કર કપાતને તર્કસંગત બનાવવાનો પ્રસ્તાવ મુકુ છું.’






Leave a comment