મંગળવારે પીએમ મોદીએ પેરિસમાં AI સમિટમાં હાજરી આપી હતી. તેમણે કહ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દુનિયાને બદલવાની શક્તિ ધરાવે છે. સામાજિક સુરક્ષા માટે આ જરૂરી છે. આ દર્શાવે છે કે AIનું પોઝિટિવ પોટેન્શિયલ અસાધારણ છે.
મોદીએ કહ્યું કે ભારતે ઓછા ખર્ચે સફળતાપૂર્વક ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે. ડેટા એમ્પાવરમેન્ટ દ્વારા ડેટાની તાકાતને અનલોક કરી છે. આ વિઝન ભારતના રાષ્ટ્રીય AI મિશનનું મૂળ છે. PMએ કહ્યું કે ભારત AIને સ્વીકાર કરવા અને ડેટા પ્રાઇવસીમાં લીડ કરે છે. અમારી પાસે દુનિયાનો સૌથી મોટો AI ટેલેન્ટ પુલ છે.
મોદી પેરિસ એઆઈ સમિટના સહ-અધ્યક્ષ છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ઉપરાંત, યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ, કેનેડાના પૂર્વ પીએમ જસ્ટિન ટ્રુડો સહિત ઘણા વિશ્વ નેતાઓ આ કાર્યક્રમમાં પહોંચ્યા છે.
આ સમિટ પછી પીએમ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે, જેમાં 2047 માટે ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારી માટેના રોડમેપ પર ચર્ચા કરવામાં આવશે. આ વાતચીતમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન ભારતની મલ્ટિ-બેરલ રોકેટ સિસ્ટમ અંગે પણ પીએમ મોદી સાથે ચર્ચા કરી શકે છે. આ પહેલી વાર બનશે જ્યારે ભારતનો બીજો સૌથી મોટો શસ્ત્ર સપ્લાયર દેશ તેની પાસેથી શસ્ત્રો ખરીદશે.
ભારત વિશ્વમાં સૌથી વધુ શસ્ત્રો ખરીદતો દેશ છે, પરંતુ મેક ઇન ઇન્ડિયા હેઠળ તેણે પોતાનાં શસ્ત્રોના ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપ્યું છે. એટલું જ નહીં, ભારત તેની સંરક્ષણ નિકાસમાં પણ સતત વધારો કરી રહ્યું છે. વિયેતનામ અને ફિલિપાઇન્સ પછી, ઇન્ડોનેશિયા પણ ભારત સાથે સંરક્ષણ સોદો કરવા માંગે છે. દરમિયાન, ફ્રાન્સે પણ ભારતની પિનાકા રોકેટ સિસ્ટમમાં રસ દાખવ્યો છે.
પીએમ મોદી સોમવારે રાત્રે ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચ્યા હતા. તેઓ પેરિસના ઓર્લી એરપોર્ટ પર હાજર ભારતીયોને મળ્યા હતા. ફ્રાન્સ સરકારે પ્રધાનમંત્રીના માનમાં સોમવારે રાત્રે પ્રખ્યાત એલિસી પેલેસ ખાતે VVIP ડિનરનું આયોજન કર્યું હતું. તેમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સહિત કેટલાક અન્ય દેશોના નેતાઓ હાજર રહ્યા હતા. પીએમ મોદીની આ મુલાકાત 2 દિવસની છે. આ પીએમ મોદીની ફ્રાન્સની સાતમી મુલાકાત છે. પીએમ છેલ્લે 2023માં ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસ (બેસ્ટિલ ડે) કાર્યક્રમમાં હાજરી આપવા માટે ફ્રાન્સની મુલાકાતે ગયા હતા.






Leave a comment