અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બુધવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઇ હતી. આ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં બેસીને ચાલુ મેચ દરમિયાન ઓનલાઇન સટ્ટા બેટિંગ કરી રહેલા 5 વ્યક્તિઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવી છે. ચાંદખેડા પોલીસે અને ઝોન 2 એલસીબીએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી તેમની પાસેથી 1,80,750 ની રોકડ અને મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે.
મોટેરા સ્ટેડિયમમાં બેસીને ચાલુ મેચે ઓનલાઇન સટ્ટો રમી રહેલા રાજેન્દ્ર બહીરૂ સોનવણે (ઉં.વ. 26 મહારાષ્ટ્ર, નાસિક), આદિત્ય ધારસીંગ ડાગોર (ઉં.વ.30 સોમલી, રાજસ્થાન), સંજીવ ચાદવીરસિંગ ચૌહાણ (ઉં.વ. 32, રાત્રેડ્રા, હરિયાણા), નીપુન પવનકુમાર આનંદ (ઉં.વ.38 ગુડગાંવ, હરિયાણા), કૃણાલ મનોજભાઇ ભટ્ટ (ઉં.વ.33 ધોડાસર, અમદાવાદ)ની પોલીસે ધરપકડ કરી પૂછપરછ શરૂ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.






Leave a comment