અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના સર્જરી વિભાગે કેટલાક સામાન્ય પરંતુ જટિલ રૂપ ધારણ કરી શકે તેવા તમામ રોગના ઓપરેશન આધુનિક ઢબે જેમકે લેપ્રોસ્કોપિક અર્થાત દૂરબીન અને સ્ટેપલર દ્વારા કરવાનું શરૂ કરાતા દર્દીઓ રાહત અનુભવી રહ્યા છે.
અત્રેના સર્જન ડો.સિધ્ધાર્થ શેઠિઆના જણાવ્યા મુજબ એપેન્ડિક્ષમાં સોજાનું પ્રમાણ વધુ છે.તેની પણ એડવાન્સ રીતે સર્જરી કરવામાં આવે છે.આ ઉપરાંત પિતાશય અને સારણગાંઠનું પણ આ રીતે જ ઓપરેશન કરાય છે.
ઉપરાંત હરસ, મસા અને ભગંદર જેવા પરેશાન કરતા આ રોગમાં સ્ટેપ્લર જેવી પધ્ધતિ અપનાવામાં આવી છે.આ આધુનિક પધ્ધતિથી શસ્ત્રક્રિયા કરવાના ફાયદા અંગે તબીબોએ કહ્યું કે,આ રીતથી દર્દીઓને દુખાવો ખુબજ ઓછો થાય છે.રિકવરી ઝડપી આવે છે.ડ્રેસિંગની કડાકૂટ ઓછી થાય છે અને સૌથી મહત્વનું કે દર્દીને ઘરે જવા જલ્દી રજા મળે છે,ડો નરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું.






Leave a comment