દિલ્હીના મુખ્યમંત્રી પદ માટે રેખા ગુપ્તાનું નામ ફાઈનલ થઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, RSSએ તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને ભાજપે સ્વીકાર્યો છે.
વિધાનસભા ચૂંટણીનાં પરિણામોના 11 દિવસ બાદ આજે સાંજે 7 વાગ્યે ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે.
પાર્ટી-અધ્યક્ષ જેપી નડ્ડાએ પહેલાંથી જ સ્પષ્ટ કરી દીધું છે કે મુખ્યમંત્રી ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી હશે. બેઠકમાં કેબિનેટ મંત્રીઓનાં નામની પણ જાહેરાત થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ દલિત, પૂર્વાંચલ અને જાટનું કોમ્બિનેશન બનાવી શકે છે. બે ડેપ્યુટી સીએમ હોઈ શકે છે.
શપથગ્રહણ સમારોહ 20 ફેબ્રુઆરીએ રામલીલા મેદાનમાં યોજાશે. સીએમની સાથે સાત મંત્રીપણ શપથ લઈ શકે છે. કાર્યક્રમમાં 30 હજાર મહેમાન આવવાની આશા છે.
દિલ્હીના સીએમની જાહેરાત પર AAP નેતા ગોપાલ રાયે કહ્યું- હું પ્રાર્થના કરું છું કે આજે એક બેઠક યોજાય અને સીએમની જાહેરાત કરવામાં આવે. આ ચોંકાવનારી વાત છે કે શપથ ગ્રહણ સમારોહ માટેના આમંત્રણ કાર્ડ વહેંચવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ સુધી એ જાણી શકાયું નથી કે કોણ શપથ લેશે. મને આશા છે કે ભાજપ આજે સસ્પેન્સ જાહેર કરશે






Leave a comment