અદાણી મેડિકલ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાની નવમી બેચનો શુભારંભ

૧૭ તબીબી વિદ્યાશાખાથી બનેલી બેચમાં  ૮૯ એમ.બી.બી.એસ. અંડર ગ્રેજ્યુએટ ડોક્ટરોએ લીધો પ્રવેશ

ભુજ સ્થિત અદાણી મેડિકલ કૉલેજમાં ચાલતા એમ.એસ.અને એમ.ડી.પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ ક્રમની વધુ એક બેચનો શુભારંભ થયો છે.જુદી જુદી ૧૭ તબીબી વિદ્યાશાખાથી બનેલી આ બેચમાં  ૮૯ એમ.બી.બી.એસ. અંડર ગ્રેજ્યુએટ ડોક્ટરોએ પ્રવેશ મેળવતા નવમી બેચ વિધિવત શરૂ થઈ છે.

વિવિધ પ્રાંતના ખૂણે ખૂણેથી આવેલા નવા વિધાર્થીઓને અત્રે ઘર જેવા વાતાવરણનો અહેસાસ થાય એ હેતુસર  કોલેજ દ્વારા ત્રણ દિવસ સુધી ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિધાર્થીઓને આવકારતા અદાણી હેલ્થ કેર ગ્રુપના હેડ ડો.પંકજ દોશીએ વિડિઓ કોન્ફરન્સ દ્વારા ઉદબોધન કરી, ખાતરી આપતા જણાવ્યું હતું કે, વિધાર્થીઓને ઉચ્ચ ગુણવતાવાળા શિક્ષણ  સાથે સાથે  દરેક પ્રકારનો સહયોગ આપવા પણ સંસ્થા પ્રતિબધ્ધ છે. 

લેક્ચર હોલમાં આયોજિત  આવકાર કાર્યક્રમમાં બોલતા ગેઈમ્સના મેડિકલ ડાયરેક્ટર ડો. બાલાજી પિલ્લાઈએ  કહ્યું કે,અત્રે  સહજતા અનુભવી આજથી જ અભ્યાસમાં જોડાઈ જાવ, મેડિકલ ક્ષેત્ર મહેનત માંગી લે તેવો અભ્યાસ હોવાથી જેટલું ઝડપી ગ્રહણ કરશો એટલું ઝડપથી શીખી શકશો.છેવટે જેટલું વધુ શીખશો એટલોજ ફાયદો લોકોને થવાનો છે.તેમણે તબીબી વ્યવસાયને વધુ ઉજાગર કરવા  ઉમેર્યું હતું.

આ પ્રસંગે જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.નરેન્દ્ર હિરાણી, આસિ. ડીન ડૉ.અજિત ખીલનાની સહિત તમામ બ્રાન્ચના હેડ તેમજ તબીબો ઉપસ્થિત રહ્યા હતા  મેડિકલ કોલેજના એકેડેમિક વિભાગે  કાર્યક્રમને સફળ બનાવવા જહેમત લીધી હતી.

ત્રણ દિવસ ચાલેલા આ ઓરિએન્ટેશન  કાર્યક્રમ દરમિયાન નવા પી.જી.સ્ટુડન્ટ્સને કોલેજના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક વિભાગોથી વાકેફ કરવામાં આવ્યા હતા  આ ઉપરાંત રિસર્ચ વર્ક અને સંસ્થાની વિવિધ તાલીમથી અવગત કરાયા હતા.વિધાર્થીઓએ ત્રણ દિવસના કાર્યક્રમ અંગે પોતાના પ્રતિભાવો આપ્યા હતા. કાર્યક્રમનું સંચાલન આસિ.મેનેજર ડો.મોનાલી જાનીએ કર્યું હતું. 

Leave a comment

Trending