ભુજમાં પશ્ચિમ કચ્છ હોમગાર્ડઝ અને અષ્ટાંગ યોગા દ્વારા આશિર્વાદ ફાઉન્ડેશનના સહયોગથી એક અનોખી પહેલ કરવામાં આવી છે. સ્તન કેન્સર જાગૃતિ માટે આયોજિત આ વિશેષ પરેડમાં 1000 જેટલા યોગા બહેનો અને હોમગાર્ડના સભ્યોએ ભાગ લીધો હતો.
આશિર્વાદ ફાઉન્ડેશનની આ અનોખી પહેલમાં રોકડ કે વસ્તુઓના દાનને બદલે લોકો પોતાના ચાલેલા પગલાંનું દાન કરે છે. મોબાઈલ એપ દ્વારા પગલાંની નોંધણી કરવામાં આવે છે. દર 5000 પગલાં દીઠ એક મહિલાને મફત મેમોગ્રાફી ટેસ્ટની સુવિધા આપવામાં આવશે.
વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે 2થી 8 માર્ચ દરમિયાન આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. હોમગાર્ડ ઓફિસથી શરૂ થયેલી આ પરેડ 5 કિલોમીટર સુધી ચાલી હતી. હોમગાર્ડઝ કમાન્ડન્ટ મનીષ બારોટ અને યોગા ક્ષેત્રના વર્ષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો.
રાજ્યવ્યાપી ચાલી રહેલા આ અભિયાનમાં કચ્છને ચોથો ક્રમ આપવામાં આવ્યો છે. આશીર્વાદ ફાઉન્ડેશનના જિલ્લા કોર્ડિનેટર પ્રફુલા ઠક્કરે આ કાર્યક્રમની જવાબદારી સંભાળી હતી. આ રીતે હોમગાર્ડઝનો મૂળ સિદ્ધાંત ‘નિષ્કામ સેવા’ અને યોગાનો શારીરિક-માનસિક ફિટનેસનો સંદેશ સાર્થક થયો છે.






Leave a comment