ભુજના સરહદી વિસ્તાર ખાવડા નજીકના કુરન ગામમાં BSFની 85 બટાલિયને સિવિક એક્શન પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત કુરન ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી.
શાળાના આચાર્ય રામગર ગુંસાઈને રૂ. 1,60,000ની કિંમતના શૈક્ષણિક સાધનો સુપરત કરવામાં આવ્યાં હતા. આ સામગ્રીમાં ફર્નિચર, રમતગમતના સાધનો, સ્ટેશનરી અને પુસ્તકોનો સમાવેશ થાય છે.
BSFએ સરહદી વિસ્તારના લોકો માટે નિ:શુલ્ક આરોગ્ય શિબિરનું પણ આયોજન કર્યું હતું. આ શિબિરમાં દર્દીઓની તપાસ કરી મફત દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં BSF ભુજ સેક્ટરના DIG અનંત સિંઘ અને 85 બટાલિયનના કમાન્ડન્ટ મનીષ રંજન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળાના 300 બાળકો અને 200 ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
BSF દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સરહદી વિસ્તારના લોકો સાથે મજબૂત સંબંધો વિકસાવવાનો અને તેમની સામાજિક સ્થિતિમાં સુધારો લાવવાનો છે. આ રીતે BSF જવાનો સરહદની સુરક્ષા સાથે સામાજિક જવાબદારી પણ નિભાવી રહ્યા છે.






Leave a comment