અદાણી-ઇસ્કોનના ભંડારાએ 5૦ લાખ ભક્તોમાં 11 લાખ કિલો મહાપ્રસાદનું વિતરણ કર્યું

દુનિયાનો સૌથી મોટો ધાર્મિક સમાગમ મહાકુંભ અનેક રીતે ઐતિહાસિક રહ્યો. દેશ-વિદેશના કરોડો ભક્તોએ પ્રયાગરાજની યાત્રા કરી અનેક રેકોર્ડ્સ બનાવ્યા છે. લગભગ 62 કરોડ લોકોએ મહાકુંભમાં પવિત્ર સ્નાન કરી વધુ એક રેકોર્ડ સ્થાપિત કર્યો છે. વળી તેમાં કોઈપણ ધાર્મિક કાર્યક્રમમાં સૌથી વધુ સંખ્યામાં લોકોમાં મફત મહાપ્રસાદનું વિતરણનો રેકોર્ડ અદાણી ગ્રુપ અને ઇસ્કોન દ્વારા સ્થાપિત થયો છે.

5૦ લાખ ભક્તોમાં 11 લાખ કિલો મહાપ્રસાદનું વિતરણ

ઇસ્કોનના પ્રવક્તાના જણાવ્યા અનુસાર મહાકુંભ દરમિયાન 5૦ લાખ ભક્તોમાં 11 લાખ કિલો મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિશ્વના કોઈપણ ધાર્મિક કાર્યક્રમમાં મફત ભોજન વિતરણનો આ એક રેકોર્ડ છે. મહાકુંભ 2025 માં, અદાણી ગ્રુપ અને ઇસ્કોને મહાકુંભ ભક્તોની સેવા માટે હાથ મિલાવ્યા હતા. અદાણી ગ્રુપ દ્વારા દરરોજ 1 લાખ લોકોને મહાપ્રસાદનું વિતરણ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. મહાકુંભમાં 5૦ લાખ લોકોને મફત મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

3 લાખ કિલો ચોખા અને 2 લાખ કિલોથી વધુ કઠોળ વપરાયું

આ કાર્યક્રમ દરમિયાન મોટી માત્રામાં ખાદ્ય પદાર્થોનો વપરાશ થયો હતો. પ્રવક્તાના જણાવ્યા અનુસાર મહાપ્રસાદ તૈયાર કરવામાં 2.5 લાખ કિલો શાકભાજી, 2.25 લાખ કિલો કઠોળ, 3 લાખ કિલો ચોખા અને 2.25 લાખ કિલો કઠોળનો ઉપયોગ થયો હતો. આ ઉપરાંત 1 લાખ 75 હજાર કિલોગ્રામ લોટ અને 33 હજાર લિટર દેશી ઘીનો પણ ઉપયોગ થયો હતો. આમાંથી મોટાભાગનો માલ પ્રયાગરાજના સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદવામાં આવ્યો હતો, જેનાથી સ્થાનિક અર્થતંત્ર મજબૂત બન્યું.

લાખો કલાકની માનવ સેવા

ઇસ્કોનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સ્વયંસેવકોએ આ સેવાકાર્યમાં 36 લાખ માનવ કલાકો ગાળ્યા હતા. દેશ-વિદેશમાંથી લોકો સેવા આપવા આવ્યા અને પ્રસાદ તૈયાર કરવા અને વિતરણ કરવાની પ્રક્રિયામાં ભાગ લીધો. જેમાં અદાણી ગ્રુપના તે 5000 કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે જેઓ મહાકુંભમાં આવ્યા હતા અને ભક્તોની સેવા કરી હતી. અદાણી ગ્રુપે તેના કર્મચારીઓને કુંભમાં જઈને સેવા કરવાની અનોખી તક આપી હતી. 5૦૦૦ કર્મચારીઓએ મહાકુંભમાં જઈને પોતાની સેવાઓ પૂરી પાડી.  

કુંભ મેળા પોલીસે ગૌતમ અદાણી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમે ગૌતમ અદાણીજીનો આભાર માનીએ છીએ, જેમણે મહાકુંભ જેવા ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે યુપી પોલીસ વહીવટ અને તમામ એકમોની સેવા, સમર્પણ અને ધીરજની પ્રશંસા કરી.

અદાણી જૂથે દેશના સૌથી જૂના ધાર્મિક અને આધ્યાત્મિક પ્રકાશન ગીતા પ્રેસ ગોરખપુર સાથે પણ હાથ મિલાવી અંદાજે 1 કરોડ આરતી સંગ્રહનું વિતરણ પણ કર્યું. 21 જાન્યુઆરી, 2025 ના રોજ ઇસ્કોન ખાતે પ્રસાદ સેવા અને આરતી સંગ્રહ વિતરણમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ તેમના પરિવાર સાથે ભાગ લીધો હતો

Leave a comment

Trending